Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મનપાના રસીકરણ કેન્દ્રોમાં આયોજનના અભાવે અવ્યવસ્થાઃ દેકારોઃ આજે બપોર સુધીમાં ૬૬૦૦નું રસીકરણ

લક્ષ્મીવાડી-અમીન માર્ગ સહિતનાં કેન્દ્રોમાં ર૦૦ ટોકન સામે ૪૦૦ ઉમટયા

રાજકોટ તા. ર૯ :.. ગઇકાલે કોવીડ ૧૯ રસીકરણની કામગીરી બંધ રહ્યા બાદ આજે ખૂલતાની સાથે જ અનેક રસી કેન્દ્રો પર આયોજનનાં અભાવે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી અને લોકોમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૩૧ જેટલા કેન્દ્રોમાં રસીકરણ ચાલુ થયુ હતું.

જેથી વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતાં.

પરંતુ તેની સામે કેન્દ્રો દ્વારા અપાયેલા ટોકનની સંખ્યા ઓછી હોવાથી અનેક કેન્દ્રોમાં રસી મૂકાવા બાબતે લાઇનમાં ઉભેલા લોકો અને સ્ટાફ સાથે માથાકુટનાં દ્રષ્યો સર્જાયા હતાં.

લોકોમાં ઉઠવા પામેલી ફરીયાદ લક્ષ્મીવાડીનાં કેન્દ્રમાં અને અમીન માર્ગનાં કેન્દ્રમાં ર૦૦ ટોકન અપાયેલ જેની સામે ૪૦૦ થી વધુ લોકો આવી જતાં અહી માથાકુટનાં દ્રશ્યો સર્જાયા હતાં.

નોંધનીય છે કે ગઇકાલે મ.ન.પા.ને રસીનાં ૧૩ હજાર ડોઝ મળ્યા હતાં.

દરમિયાન આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૮ થી ૪૯ વર્ષનાં રર૯૮ અને તેનાથી વધુ ઉમરનાં ૪૩૯૭ મળી કુલ ૬૬૯પ નાગરીકોનું રસીકરણ થયું હતું.

(3:50 pm IST)