Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજકોટ જિલ્લામાં કેટલા પ્રમાણમાં હર્ડ ઇમ્યુનીટી? ર૯૦ સેમ્પલ લેવાયા

સંભવિત ત્રીજી લહેર પૂર્વે સર્વે શરૃઃ કુલ ૧૭૦૦ના ટેસ્ટ થશે

રાજકોટ તા. ર૯ : જિલ્લાના ગ્રામ્ય અને નગર વિસ્તારોમાં કોરાનાની સંભવિત ત્રીજી લહેર પુર્વે હર્ડ ઇમ્યુનીટીનો અંદાજ મેળવવા સર્વે શરૃ થયો છે. આજે બપોર સુધીમાં કોટડા, પડધરી, રાજકોટ તાલુકામાંથી ર૯૦ લોકોમાં લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે.ત્રણ દિવસમાં રેન્ડમ સર્વે માટે ૧૭૦૦ સેમ્પલ લેવામાં આવશે સરકારની ગાઇડ લાઇન મુજબ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

જુદી જુદી વય જુથના લોકોમાં લોહીના નમુના લઇને એન્ટીબોડીનું પ્રમાણ તપાસ કરાશે તેના આધારે હર્ડ ઇમ્યુનીટીનો ખ્યાલ આવશે આ આયોજન ત્રીજી લહેરના સામનાની પુર્વ તૈયારીનો ભાગ ગણાય છે કુલ ૩૦ ટકા એટલે કે પ૦૦ જેટલી મહિલાઓમાં બ્લડ સેમ્પલ લેવાશે પરિણામ સીધુ સરકાર હસ્તકજ રહેશે.

(4:39 pm IST)