Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

૪ દિ' પહેલા જેનું અપહરણ થયું હતું તે સગીર વિરૂધ્ધ સગીરા પર બળાત્કાર ગુજાર્યાનો ગુનો

બસમાં સાથે અપડાઉન કરતાં ત્યારે સગીરે સગીરાને પ્રેમજાળમાં ફસાવીઃ તેના ભાઇ-ભાભીએ મદદ કર્યાનો આરોપઃ કુવાડવા પોલીસે એકને સકંજામાં લીધોઃ સગીર અગાઉ માર મરાયો હોઇ સારવાર હેઠળ : સગીરાના માતા-પિતાને મારી નાંખવાની અને ગામ મુકાવી દેવાની ધમકીનો પણ આરોપ

રાજકોટ તા. ૨૯: મોરબી રોડ પર આવેલાના ગામમાં રહેતાં ૧૭ વર્ષ ૧૧ માસની વય ધરાવતાં સગીરનું ૨૫મીએ સાંજે તેના મોટા ભાઇની નજર સામે જ ત્રણ શખ્સો સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી લાલપરી પાસે લઇ ગયા હતાં અને ધોકાવાળી કરી હતી.  જુના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં આ બનાવ બન્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેનું અપહરણ કરી ધોકાવાયો હતો એ સગીર હજુ સારવાર હેઠળ છે. હવે તેના વિરૂધ્ધ સગીરાને પ્રેમજાળમાં ફસાવી કોૈટુંબીક ભાઇ-ભાભીની મદદથી સગીરાને પોતાની ઘરે લાવી બે વખત દૂષ્કર્મ ગુજાર્યાનો ગુનો નોંધાયો છે. અપહરણ અને પોકસોની કલમો પણ આ ગુનામાં સામેલ છે. કુવાડવા પોલીસે આ મામલે એકને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસે ભોગ બનેલી સગીરાના માતાની ફરિયાદ પરથી જેનું અપહરણ કરી ધોકાવાયો હતો તે સગીર તથા તેના કોૈટુંબીક ભાઇ અજય અને ભાભી કાજલ સામે આઇપીસી ૩૭૬ (જે) (એન), ૫૦૬ (૨), ૧૧૪, ૩૬૩ તથા પોકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેની દિકરી સગીર વયની છે. અગાઉ તે અને આરોપી સગીર ભણવા માટે બસમાં સાથે અપડાઉન કરતાં હોઇ તે વખતે સગીરે તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. તેમજ આ કામમાં કાજલે મદદ કરી હતી.  એ પછી અજયની મદદથી બોલેરો કારમાં સગીરાને સગીર પોતાના ઘરે લઇ આવ્યો હતો અને તેની સંમતિ વગર બે વખત ઘ્ુષ્કર્મ આચરી લીધું હતું. આ ઉપરાંત ફરિયાદી અને તેના પતિને સગીર તથા તેના કોૈટુંબીક ભાઇએ મારી નાંખવાની અને ગામ મુકાવી દેવાની ધમકી પણ આપી હતી. કુવાડવા પીઆઇ એમ. સી. વાળા, હિેતષદાનભાઇ ગઢવી સહિતે ગુનો નોંધી મદદગારી કરનાર એકને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

 ઉલ્લેખયિન છે કે ત્રણ દિવસ પહેલા બળાત્કારના આરોપ સબબ જેની સામે ગુનો નોંધાયો છે એ સગીરની ફરિયાદ પરથી સગીરાના સગા એવા ત્રણ જણા  સામે આઇપીસી ૩૬૫, ૩૨૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો. આ ત્રણેયે જુના પ્રેમ પ્રકરણનો ખાર રાખી સગીરને સ્કોર્પિયોમાં ઉઠાવી જઇ લાલપરી પાછળ લઇ જઇ ધોલધપાટ કરી હતી. ત્યારે સગીર જીવ બચાવીને ભાગીને પરિવાર સુધી પહોંચ્યો હતો. મારકુટ થઇ હોઇ ત્યારથી તે સારવાર હેઠળ છે. 

(11:19 am IST)