Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

આજીડેમ ચોકડીથી જીઆઇડીસી નાકા તરફ દરરોજ ટ્રાફિકજામથી ભારે હાલાકી

પુલની દિવાલ તૂટ્યા પછી હજુ પણ રિપેર થઇ ન હોવાથી મુખ્ય રસ્તો બંધ

રાજકોટઃ શહેરની આજીડેમ ચોકડી પાસેના ઓવર બ્રિજની સાઇડની દિવાલ દોઢેક મહિના પહેલા અચાનક ધસી પડતાં બે યુવાનના દબાઇ જતાં મોત નિપજ્યા હતાં. આ દિવાલના રિપેરીંગનું કામ હજુ પુરૂ થયું ન હોઇ મુખ્ય રસ્તો હજુ પણ બંધ હોવાથી આજીડેમ ચોકડી પાસે ડાયવર્ઝન અપાયું છે. આ કારણે આજી જીઆઇડીસીના નાકા પાસે દરરોજ સવારથી મોડી રાત સુધી ટ્રાફિકજામ રહે છે. આ કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમય અને ઇંધણનો પણ બગાડ થઇ રહ્યો છે. સંબંધીતો સત્વરે યોગ્ય કરી રસ્તો ખુલ્લો કરાવે તેવી વાહનચાલકોની માંગણી છે. તસ્વીરમાં ડાયવર્ઝનને કારણે થતું ટ્રાફિકજામ જોઇ શકાય છે.

(1:13 pm IST)