Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોપર સેન્ડમાં ૮ મહિલા જૂગાર રમતાં પકડાઇઃ જાહેરનામા ભંગનો પણ ગુનો

તાલુકા પોલીસ મથકના હરસુખભાઇ સબાડ અને દિપલબેનની બાતી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: મવડી હેડકવાર્ટર રોડ પર આવેલા કોપર સેન્ડ એપાર્ટમેન્ટમાં પહેલા માળે એ-૧૦૧માં મહિલાઓ જુગાર રમતી હોવાની માહિતી પરથી તાલુકા પોલીસે દરોડો પાડી ૮ મહિલાને પકડી લઇ રૂ. ૨૨૭૬૦ની રોકડ કબ્જે કરી હતી. આ તમામ સામે કોવિડના જાહેરનામા ભંગનો અલગથી ગુનો નોંધાયો હતો.

તાલુકા પોલીસે કોપર સેન્ડ એ-૧૦૧માં પ્રવિણભાઇ ખીમજીભાઇ પરમાર હસ્તકના ફલેટમાં દરોડો પાડી મીરાબેન પ્રશાંતભાઇ સોની (ઉ.વ.૩૫-રહે. કોપર સેન્ડ-૧૦૧, તથા ધ કોટયાર્ડ એ-૫૦૪, મવડી), રીનાબેન ભરતભાઇ ધગડા (ઉ.૩૮-રહે. ધ કોટયાર્ડ બી-૯૦૧), ચંપાબેન ગોપાલભાઇ દલસાણીયા (ઉ.૫૭-રહે. કોપર સેન્ડ એ-૧૦૦૪), હેતલબેન હિતેષભાઇ વિકાણી (ઉ.૩૮-રહે. કોપર સેન્ડ એ-૮૦૧), કંચનબેન રસિકભાઇ મેંદપરા (ઉ.૪૫-રહે. સિધ્ધી કોપર મોદી સ્કૂલ પાસે બી-૨૦૨), જ્યોત્સનાબેન હરસુખભાઇ કનેરીયા (ઉ.૫૧-કોપર સેન્ડ એ-૭૦૨), સ્મીતાબેન વિપુલભાઇ મહેતા (ઉ.૫૬-રહે. કોપર સેન્ડ એ-૨૦૪) તથા હેતલબેન નિમેષભાઇ ફળદુ (ઉ.૩૮-રહે. કોપર સેન્ડ એ-૪૦૧)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૨૭૬૦ની રોકડ કબ્જે કરી હતી. તેમજ આ તમામે સોશિયલ ડિસ્ટન્સ અને ચારથી વધુ લોકો ભેગા થવાના જાહેરનામાનો ભંગ કર્યો હોઇ તે અંગે અલગથી ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી.

તાલુકાના કોન્સ. હરસુખભાઇ સબાડ અને કોન્સ. દિપલબેનની બાતમી પરથી એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, કોન્સ. હરસુખભાઇ, જયંતિભાઇ અને દિપલબેને આ દરોડો પાડ્યો હતો. (૧૪.૭)

શાસ્ત્રીનગરનો કિર્તીસિંહ ૧૨ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટ તા. ૨૯: રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-૫માં રહેતાં કિર્તીસિંહ ગમનજી સોલંકી (ઉ.વ.૩૨)ને ગંગોત્રી પાર્ક રોડ પાટીદાર ચોક પાસેથી રૂ. ૪૮૦૦ના  ૧૨ બોટલ દારૂ સાથે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ. વી. રબારી તથા ડી. સ્ટાફની ટીમે પકડી લીધો હતો.

(1:14 pm IST)