Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભાજપ કાર્યાલયે કાલે છપ્પનભોગ દર્શનઃ વોર્ડનં.૧૭-૧૮ના કાર્યકરોના હસ્તે આરતી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ , જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત યાદી મુજબ શહેર ભાજપ દ્વારા આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ માં ગઇકાલે છઠ્ઠા દિવસે ગણપતિ મહારાજની આરતીનો લાભ શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કોટક તથા શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે લીધો હતો. આ તકે વોર્ડ નં ૧૩ માંથી શહેર ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળિયા, વોર્ડ મહામંત્રી ધીરજભાઈ તરાવીયા, કોર્પોરેટર નિતીનભાઈ રામાણી, કેતન વાછાણી તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, વોર્ડ નં.૧૪ વોર્ડ પ્રભારી, નિલેશભાઈ જલુ, શહેર ઉપપ્રમુખ, કેતનભાઈ પટેલ, શહેર મંત્રી જયોત્નાબેન હળવદીયા, નરેન્દ્રભાઈ કુબાવત, કિરણબેન સોરઠીયા, મુકેશભાઈ મહેતા, રક્ષાબેન બોળિયા, રઘુભાઈ બોળિયા, જયશેભાઈ પાઠક, તેમજ શિક્ષણ સમિતિમાંથી શિક્ષણ સમિતિનાં સભ્ય કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, ભાવેશભાઈ દેથરીયા, કિરણબેન માંકડીયા સહિતનાં ઉપસ્થિત રહેલ.

આજે વોર્ડનં. ૧૫ તથા ૧૬ અને આવતી કાલે ૧૭ તથા ૧૮ નાં અપેક્ષિત શ્રેણીનાં કાર્યકર્તાઓ જોડાશે. તેમજ આવતીકાલે રવિવારે છપ્પન ભોગ પ્રસાદ ધરાશે અને સોમવારે ગણપતિ મહોત્સવનું સમાપન થશે. તેમ અંતમાં જણાવાયું છે.

(2:30 pm IST)