Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

શહેરના ૧૬૬૫ પૈકી ૨૯૨ ફેરીયાઓની સ્ટ્રીટ વેન્ડર લોન મંજૂર

મ.ન.પા. દ્વારા રૈયાધાર આવાસ યોજના ખાતે ફેરિયાઓ માટે કેમ્પ યોજાયો

રાજકોટ,તા. ૨૯: શહેરી ફેરીયાઓ આત્મનિર્ભર બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા શેરી ફેરીયાઓને ઘર આંગણે લાભ મળી રહે તે હેતુસર શેરી ફેરિયાઓના રહેઠાણના સ્થળે વોર્ડ નં-૧ રૈયા ધાર ખાતે આવેલ આંગણવાડી ખાતે તા.૨૭ સમય સવારે ૧૦:૦૦ કલાકે તથા રૈયા ધાર આવાસ ખાતે તા.૨૮ સમય સવારે ૧૦:૦૦ કલાકે શેરી ફેરીયાઓને PM Street Vendors AtmaNirbhar Nidhi (PM SVAnidhi) કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૬૬૫ શેરી ફેરીયાઓને લોન માટે એપ્લીકેશન કરવામાં આવી તથા ૨૯૨ શેરી ફેરિયાઓની લોન બેંક દ્વારા મંજુર કરવામાં આવી. આ યોજના અંતર્ગત જે શેરી ફેરીયાઓને લોન લેવા ઈચ્છુક હોય તેઓ નીચે આપેલ એડ્રેસ પર શેરી ફેરીયા આઈ-કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક તથા આધાર કાર્ડમાં રજીસ્ટર્ડ મોબાઈલ સાથે રૂબરૂ સંપર્ક કરવા શહેરી ફેરિયાઓને અનુરોધ કરવામાં આવે છે.

આ યોજના હેઠળ શહેરી ફ્રીયાઓને બેંક દ્વારા રૂ, ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. જેમા પ્રતિ માસ રૂ, ૯૪૬/-નો લોન હપ્તો ૧૨ માસ ભરવાનો રહેશે અને બેંકને કોઇપણ પ્રકારની સિકયુરીટી આપવાની રહેતી નથી. તેમજ સમયસર કે વહેલા લોન ભરપાય કરવાથી ૭્રુ વ્યાજ લાભાર્થીના બેંક ખાતામાં DBT મારફત ત્રીમાસીક જમા કરવામાં આવશે. મુદત પહેલા લોન ભરપાય કરી શકાશે અને ડીઝીટલ પેમેન્ટ કરવાથી લાભાર્થીને ૧,૨૦૦/- કેશબેક મળવા પાત્ર થશે.

આ કામગીરી સરળતાથી થાય તે માટે નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા સહાયક કમિશનર એચ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ મેનેજરશ્રી બી.એચ.પરમાર, પ્રોજેકટ શાખાના સમાજ સંગઠકો, એન.યુ.એલ.એમ. મેનેજરશ્રીઓ તથા એન.યુ.એલ.એમ. સમાજ સંગઠકો જહેમત ઉઠાવેલ છે.

આ અંગે વધુ માહીતી માટે  રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેકટ શાખા, રૂમ નં – ૯, ડો.આંબેડકરભવન,ઢેબરભાઈ રોડ ખાતે સંપર્ક કરવા મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(2:34 pm IST)