Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

'રાજકોટ કા મહારાજા' : ઓનલાઇન દર્શન કરતા હજારો ભાવિકો

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિના સ્થાપક તેજસ ત્રિવેદીની યાદીમાં જણાવ્યા મુજબ સતત ૧૧ માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. આ વર્ષે કોરોના સ્થિતિ ધ્યાને લઇ સાદગીથી દિવાનપરા બ્રહ્મપુરી ખાતે ગણેશ સ્થાપન કરવામાં આવેલ છે. દરરોજ ઓનલાઇન દર્શન ખુલ્લા મુકાતા હોય હજારોની સંખ્યામાં ભાવિકો લાભ લે છે. દરમિયાન સાતમાં દિવસે કૃષિ મંત્રી વિજયભાઇ ચૌધરીના પુત્ર કૈલાસજી ચૌધરી, બાડમેરના સાંસદે મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે બ્રહ્મસમાજના વડીલ જે. પી. ત્રિવેદી, જયોતિન્દ્રભાઇ પંડયા, શ્રીમતિ સુમેનબેન પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નિરજભાઇ ભટ્ટ, વિશાલભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ દવે, જીતેન્દ્રભાઇ ત્રિવેદી, મયુરભાઇ વોરા, દીલીપભાઇ જાની, પ્રશાંતભાઇ ઓઝા, માનવભાઇ વ્યાસ, મનનભાઇ ત્રિવેદી, પરેશભાઇ રાવલ, યજ્ઞેશભાઇ ભટ્ટ, મિતભાઇ ભટ્ટ, વિશાલભાઇ, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, રાજનભાઇ ત્રિવેદી, અર્જુનભાઇ શુકલ, પુજનભાઇ પંડયા, ચિરાગભાઇ ઠાકર, અશોકભાઇ મહેતા, હિરેનભાઇ શુકલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:40 pm IST)