Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે ૪ માસમાં પાર્સલ ટ્રેનની ૧૭ર ટ્રીપ દોડાવાશે

રાજકોટ, તા., ૨૯: કોરોનાની મહામારી લઇને ઉદભવેલી વર્તમાન પરિસ્થિતિ મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા સતત પાર્સલ ટ્રેનો ચલાવાઇ રહી છે. આ ટ્રેનો દ્વારા દેશભરમાં સારવાર માટેના સાધનો, દવાઓ, અનાજ જેવી મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓનું પરીવહન થઇ રહયુ઼ છે. આ અનુસંધાને વધુ ૪ માસ માટે બે પાર્સલ સ્પેશ્યલ ટ્રેનની ૧૭ર ટ્રીપ ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે દોડાવાશે. ર સપ્ટેમ્બરથી ૩૦ ડીસેમ્બર સુધી પાર્સલ ટ્રેન બન્ને તરફ આવ-જા કરશે.

ઓખા-ગુવાહાટી

ટ્રેન નં. ૦૦૯૪૯ ઓખા-ન્યુ ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેન ઓખાથી સવારે પ.૧પ વાગ્યે ઉપડી ત્રીજા દિવસે ર૩.૧પ વાગ્યે પહોંચશે. બુધ અને રવિવારે આ ટ્રેન ઓખાથી ઉપડશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૦૯પ૦ ન્યુ ગુવાહાટી-ઓખા દર શનિવાર અને બુધવારે ગુવાહાટીથી રાત્રે ૮ વાગ્યે રવાના થઇ ચોથે દિવસે બપોરે ૩.૩૦ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડીયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઇ, માધાપુર, બયાના, આગરા કિલ્લા, ટુંડલા, કાનપુર, લખનઉ, વારાણસી, પંડીત દિન દયાલ ઉપાધ્યાય જંકશન, ગયા, પટણા, બરૌની કટીહાર, ન્યુ જલપાઇગુડી, ન્યુ બોંગાઇગામ, અને ગુવાહાટી સ્ટેશનો ઉપર બન્ને તરફ રોકાશે.

પોરબંદર-શાલીમાર

ટ્રેન નં. ૦૦૯૧૩ પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન ઉપરોકત ચાર માસ દરમિયાન દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પોરબંદરથી સવારે ૬ વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે સવારે ૬-૩૦ વાગ્યે શાલીમાર પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૦૯૧૪ શાલીમાર-પોરબંદર દર બુધવાર, શુક્રવાર અને સોમવારે શાલીમારથી રાત્રે ૮.રપ વાગ્યે ઉપડશે. ત્રીજા દિવસે રાત્રે ૮ વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુબાર, ભુસાવળ, અંકોલા, બકનેરા, નાગપુર, ગોંદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખીણપુર, પંસકુર અને મેકેડા સ્ટેશન ઉપર બન્ને તરફ રોકાશે તેમ ડિવિઝન કોમર્શીયલ મેનેજર અભિનવ જૈફની યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)