Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સોમવારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન અને રૂડાનાં રૂ.1047 કરોડનાં વિવિધ પ્રોજેકટો વિજયભાઈ રૂપાણી પ્રજાને કરશે અર્પણ

મ.ન.પા-રૂડાનાં 5254 ફલોટનું લોકાર્પણ અને ડ્રો તથા 5890 આવાસો માટે ખાતમુહુર્ત સહીતનાં વિકાસ કામોને મુખ્યમંત્રી વિડયો કોનફરન્સથી લીલી ઝંડી આપશે.

રાજકોટ: મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૩૧ના રોજ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના  હસ્તે રૂ.૧૦૪૭.૬૧ કરોડ ખર્ચના જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-આવાસ ડ્રો યોજાશે. 

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ, એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે સવારે ૧૦:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તા.૩૧ને સોમવારના વિજયભાઈ રૂપાણીના  હસ્તે રૂ.૧૦૪૮.૬૭ કરોડ ખર્ચના જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-આવાસ ડ્રો યોજાશે. 

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળા બોર્ડના સભ્યશ્રીઓ, વિગેરે ઉપસ્થિત રહેશે.

 મુખ્યમંત્રીશ્રી હસ્તક ઈ-લોકાર્પણ અને  ઇ-ખાતમુહૂર્ત કરવાનાં થતા પ્રોજેક્ટસ તથા "ઇ-આવાસ ડ્રો"ની વિગત

(9:41 pm IST)
  • લોકસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાના 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવી લેજો : સાંસદોને સ્પીકર ઓમ બિરલાની અપીલ : 14 સપ્ટેમ્બરથી સત્ર ચાલુ થવાની શક્યતા : 1 ઓક્ટોબર સુધી ચાલશે access_time 7:40 pm IST

  • કેજરીવાલ સરકાર સામે લડવા માટે મારી મદદ માંગવાનું પગલું કમનસીબ છેઃ અન્ના હજારે : જાણીતા સમાજ સેવક અને અન્ના હજારેએ કહ્યું છે કે આપ સરકાર વિરુદ્ઘ આંદોલનમાં જોડાવા માટે ભારતીય જનતા પક્ષે મને કહ્યું છે તે કમનસીબ છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે જબ્બર મોટી કાર્યકરોની ફોજ છે અને કેન્દ્રમાં તેની પાસે અસીમ સત્તાઓ છે. access_time 11:14 am IST

  • સુરેશ રૈના આઇપીએલ નહિ રમેઃ ચૈન્નઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલ રાઉન્ડ અને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત લેનાર સુરેશ રૈના આઇપીએલમાં રમશે નહિ તેણે પર્સનલ કારણ દર્શાવ્યુ છે. તે યુએઇથી ભારત પરત ફરશે access_time 12:12 pm IST