Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

માસ્ક વગર બહાર નીકળે એને રૂડા રાજકોટના સમઃ સાંઇરામ દવે

કોઇપણ ભોગે જીતવું એ સર્વપ્રિય-સર્વમિત્ર એવા રાજકોટવાસીઓની આવડત છે

રાજકોટ તા. ૨૯ : રાજકોટ રંગીલું શહેર છે આ ઉકિત જગપ્રસિદ્ઘ છે રંગીલા હોવાનો એક અર્થ રોમેન્ટિક થાય અને બૃહદ અર્થ જેમાં અનેક રંગ હોય એવો પણ થાય ,

સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ સદીઓ પૂર્વે તેના રાજવીઓની સૂઝ બુઝ  શોર્ય અને સાહિત્ય પ્રીતિ માટે માટે મશહુર હતું .

ઇતિહાસમાં જરા 'ફલેશબેક' માં જાઓ તો માલુમ પડશે શ્રી વિભોજી અજોજી જાડેજા એ પોતાના મિત્ર રાજુ સંધિ ની મિત્રતા ને અખંડ રાખવા આ શહેર નું નામ રાજકોટ રાખ્યું હતું જેમ સિદ્ઘરાજ જયસિંહે પોતાના માલધારી મિત્ર'અણહિલ'ને અમર કરવા અણહિલપુર પાટણના નામથી  રાજધાનીની સ્થાપના કરેલી... આ રીતે રાજકોટ અને પાટણ  આ બે શહેર મિત્રતાના પર્યાય બન્યા કદાચ એટલે જ

રાજકોટ આજે પણ  સર્વ મિત્ર અને સર્વ પ્રિય શહેર છે

રાજકોટ આગંતુકો ને આદર સહિત પોખે છે સોંને પોતાની ક્ષમતા પ્રમાણે રોટલો અને ઓટલો આપે છે રાજકોટ કેટલાય દુકાળો માં પાણી વગર તરસ્યું રહ્યું ,ભૂખ્યું રહ્યું કેટલાય ધરતી કંપોમાં ધણ ધણ્યું છે કોમી તોફાનો માં ઘાયલ પણ થયું...દુકાળોના છાયામાં રાજકોટમાં પાણીના અભાવે પ્રજાએ ઘણા દુઃખો સહન કર્યા

આવી તો અનેક આપત્ત્િ। ઓ રાજકોટ ઉપર આવી સમસ્યાઓ આવી ....પણ  રાજકોટ વાસીઓ ની ખુમારી તો જુવો સાહેબ... રાજકોટ વાસીઓ અડીખમ ઉભા રહ્યા,

આજીનું પાણી પીનારો આજીવન આજીનો જ થઈ ને રહે છે...પોતાના શહેર ના સ્વાભિમાન ના છુપા અહંકારના ઘૂંટડા આ પ્રજાએ ખોબે ખોબે પીધા છે 'હાલ્યા રાખે '... અને 'થઈ જાશે...'   આ  રાજકોટ વાસીઓના હાથ વગા ...'જીવન સૂત્રો 'છે.

ઓટોમોબાઇલ અને શિક્ષણ ક્ષેત્રે હબ, ટ્રેડ સેન્ટર બનનારું  રાજકોટ આપત્તિ સામે હારવા જન્મેલું નથી જીતવું એ રાજકોટ વાસીઓની ગળથુથી છે , તો  વળી કોઈ પણ ભોગે જીતવું એ આ પ્રજાની આવડત છે રાજકોટ વાસીઓની ચોઈસ હંમેશા આઉટ ઓફ બોકસ જ રહી છે.

દેશના મોભીનું રાજતીલક કરવાનું શ્રેય રાજકોટ વાસીઓઓએ જ કર્યું છે  એ બતાવે છે કે રાજકોટ વાસીઓને માણસ ઓળખતા આવડે છે. કોરોના એ રંગીલા  રાજકોટને સ્ટેચ્યું કહ્યું છે, લોકડાઉનમાં પણ રાજકોટ વાસી ઓ કડક અને કાબિલે દાદ શિસ્ત નું અનુકરણ કર્યું છે. અનલોકમાં થોડી બેફિકેરાઈ  વધી છે  પણ રાજકોટ વાસીઓ સભાન છે અલગ અલગ ગામ અને શહેરોમાંથી આવીને રાજકોટને રંગીલું  શહેર બનાવ્યું છે  કોરોના આપણા અર્થતંત્ર અને રોજગાર ધંધા  છીનવી શકે. પણ   કોન્ફિડેન્ટ નહીં, કોરોના એ એ પણ સમજવું પડશે કે રાજકોટ વાસીઓ ને ફિનિકસ પંખીની જેમ રાખ માંથી ફરી પાછા બેઠા થતા આવડે છે. ગમે તેવી ઔધોગિક મંદીને ધોની ના હેલિકોપ્ટર શોટ ની જેમ સ્ટેડિયમ ની બહાર ફેંકતા આવડે છે, 'સ્વાઇન ફલૂ'ના આવા જ મરણ તોલ ફટકા સામે રાજકોટ હિમ્મતભેર લડયું હતું.

રાજકોટ પર રાણીમા અને રૂડીમાના આશીર્વાદ છે, રાજકોટ રણછોડ દાસજી મહારાજ નો પ્રસાદ છે રાજકોટને બાલાજીના સિંદુર ઉપર, સંકલ્પ સિદ્ઘના શ્રીફળ ઉપર અને જાગનાથ તથા પંચનાથ ની જળ ધારી ઉપર અતૂટ શ્રદ્ઘા છે, કોઈપણ ક્ષેત્રેમાં નંબર વન થવું એ રાજકોટ નો સહજ સ્વાભાવ છે...

પણ દોસ્તો, હાલ કોરોના ચલક ચલાણું રમી રહ્યો છે તેની સામે આપણે સોં થોડા વધુ જવાબદાર બનીશું, સાવચેતી વર્તીશું તો કોરોનાને ઉભી પૂંછડીએ ભગાવી શકીશું,  થોડોક સમય.. મેળાવડા, પાર્ટી, એકત્ર થવા, બર્થ ડે પાર્ટીને વિરામ આપીએ થોડો સમય હોટલોમાં અવર જવર ઓછી રાખીયે.

રાજકોટના તબીબો,   આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સરકારી તંત્ર ફરજ ઉપરના સચિવ શ્રી, કમિશનર શ્રી અધિકારી ઓ સહીત લોકોની કાળજી માટે દોડતા સેવાભાવી પદાધિકારીઓ, પત્રકારો, ટી.વી.મીડીયા, અને સફાઈ કામદારોના પરિવારો માટે આપણે થોડો સંયમ  કેળવવાનો છે...

માસ્ક વગર ઘરની બહાર નીકળે એને 'રાજકોટના સમ'

(3:29 pm IST)
  • નાગપુર સહિત પૂર્વ વિસ્તારમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલુ ૧૦ ઓકટોબર પહેલા ચોમાસું પાછું ખેંચાશે નહીં : આ ચોમાસાની સિઝનનો ગાજવીજ સાથે વરસાદનો અંતિમ રાઉન્ડ નાગપુર સહિત પૂર્વ વિદર્ભમાં ચાલી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી અહીં ગરમ અને સૂકું હવામાનની સંભાવના છે. ૧૦ ઓકટોબર પહેલા ચોમાસુ પાછું ખેંચવાની શકયતા નથી. access_time 3:59 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST