Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વાંકાનેરની ગૌશાળામાં વલ્લભભાઇ અને જયંતીભાઇ પટેલની નિમણૂક

રાજકોટના બે આગેવાનોને અંધ અપંગ ગાયોની વધુ સેવાની તક

રાજકોટ તા. ર૯ :.. વાંકાનેરના જીનપરામાં આવેલ શ્રી અંધ - અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટમાં વ્યવસ્થાપક કમીટી મેમ્બર તરીકે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઇ દૂધાત્રા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી ભરત મોબાઇલ શોપવાળા જયંતીભાઇ ખૂંટની (પટેલ) નિમણુંક કરવામાં આવી છે.

વલ્લભભાઇ અને જયંતીભાઇ જાહેર જીવનના વર્ષોના અનુભવી છે. અંધ - અપંગ ગૌશાળા માટે વર્ષોથી સહયોગી રહ્યા છે. સંસ્થાના ગૌસેવાનો વ્યાપ વધારવામાં બન્નેની શકિતનો ઉપયોગ કરવા સંચાલક મંડળે તેમને સભ્યપદે સ્થાન આપ્યું છે.

(3:35 pm IST)