Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટ ફેમેલી કોર્ટ-લોધીકા-કોટડા સાંગાણીના નવા કોર્ટ બિલ્ડીંગોનું ઉદ્દઘાટન કરી શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલની રજુઆત

રાજકોટ તા. ર૯: રાજકોટ શહેર-જીલ્લાની નવી કોર્ટ બીલ્ડીંગો જેમાં લોધીકા-કોટડા સાંગાણી-રાજકોટ ફેમેલી કોર્ટના બિલ્ડીંગોનું તાત્કાલીક ઉદ્દઘાટન કરીને ખુલ્લી મુકવા બાર કાઉ.ના દિલીપભાઇ પટેલે મુખ્યમંત્રી-કાયદામંત્રી વિગેરેને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

ગુજરાત સરકાર અને હાઇકોર્ટ દ્વારા લોકોને સરળ ન્યાય મળે તે માટે તાલુકા કક્ષાની કોર્ટો શરૂ કરવામાં આવેલ જેથી ન્યાય મેળવવા પ૦ થી ૬૦ કિલોમીટર જવું ન પડે અને તાત્કાલીક ભાડાના મકાનો કે સરકારી કવાટર્સમાં કોર્ટો શરૂ કરવામાં આવેલ અને નવા સુવિધાપુર્ણ કોર્ટ બીલ્ડીંગોનું કામ શરૂ કરવામાં આવેલ જે ઘણા સમય થયા પૂર્ણ થઇ ઉદ્દઘાટન માટે તૈયાર છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં નવ કરોડના ખર્ચે સુવીધાપુર્ણ ફેમીલી કોર્ટનું કામ શરૂ કરવામાં આવેલ જે પણ ઉદ્દઘાટન માટે તૈયાર થઇ ગયેલ છે. તેમજ કોટડા સાંગાણી-લોધીકામાં પણ નવા બિલ્ડીંગો બનાવેલ છે.

આ તમામ કોર્ટો સુવિધાપુર્ણ હોય, લોકોને આધુનીક સુવિધા મળે તેમ હોય, તૈયાર કોર્ટ બીલ્ડીંગોનું તાત્કાલીક ઉદ્દઘાટન થાય તે માટે બાર કાઉ. ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ, મુખ્યમંત્રી-કાયદામંત્રીને રજુઆત કરી છે.

(11:55 am IST)