Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મનપાની સીતાજી ટાઉનશીપની ૩૩ દુકાનો પૈકી ૧૪ દુકાનો વેંચાઇ : ર.૩૩ કરોડની આવક

હરરાજીમાં ર૧ લોકોએ ભાગ લીધો હતો : એક દુકાનના સૌથી વધુ રૂ. ૧૯.૧૦ લાખ ઉપજ્યા : પ્રથમ માળની ૧૧ તમામ ત્થા બીજા માળની રર માંથી માત્ર ૩ દુકાનો વેચાઇ

મ્યુ. કોર્પોરેશન દ્વારા આજે સવારે મવડીમાં આવેલ સીતાજી ટાઉનશીપની દુકાનોની હરરાજી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ર૯ : મનપા દ્વારા મવડીમાં બનાવવામાં આવેલ સીતાજી ટાઉનશીપ (સ્માર્ટઘર-ર)ની ૩૩ દુકાનોની હરાજી પૈકી ૧૪ દુકાનોનું વેચાણ થતા રૂ. ર.ર૩ કરોડની આવક થવા પામી હતી આ દરરાજીમાં ર૧ અરજદારોએ ભાગ લીધો હતો.

મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સીતાજી ટાઉનશીપ (સ્માર્ટઘર-૨)ની ૩૩ દુકાનોની આજે તા. ૨૯ ના જાહેર હરાજી કરવામાં આવી હતી. કુલ ૧૪ દુકાનોનું હરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરાજીથી મહાનગરપાલિકાને કુલ રૂ. ૦૨.૨૩ કરોડની આવક થયેલ છે. આ હરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત રૂ. ૧૯.૧૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ રૂ. ૧૩.૮૦ લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવેલ હતું.

આ જાહેર હરાજી તમામ અરજદારો માટે રાખવામાં હતી. જેમાં ૨૧ અરજદારોએ ભાગ લીધો હતો. હરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા ડીપોઝીટ રાખવામાં આવી હતી. જે અરજદારોએ રૂ. એક લાખ રોકડાં અથવા બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ ભરી હરરાજીમાં ભાગ લીધો હતો. ડીપોઝીટની રકમ હરરાજી પુર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવી હતી.

(3:12 pm IST)