Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

લીકર પરમીટ અને હથીયાર લાયસન્સ અંગેની અસમંજસ દુર કરાવતા ધારાસભ્ય ગોવિંદ પટેલ

રાજકોટ તા. ૨૯ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી લોકો પાસે હથિયાર લાયસન્સ હોય અને લીકરની પરમીટ હોય તેમને કાં લીકર પરમીટ રદ કરાવવી અથવા હથીયારની પરમીટ રદ કરાવવી તેવો કોઇ પરીપત્ર ન હોવા છતા રાજકોટ પોલીસ દ્વારા આવી અમલવારી થઇ રહ્યાની જાણ કરી હતી.

જે સંદર્ભે ગૃહ રાજયમંત્રીશ્રીએ તુરંત કાર્યવાહી કરી રાજકોટ પોલીસ કમિશ્નરને આ સંબંધે જાણ કરી આવો મનઘડટ ઓર્ડર રદ કરવા સુચના આપી હોવાનું ગોવિંદભાઇ પટેલે એક યાદીમાં જણાવેલ છે. 

(3:12 pm IST)