Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાધાકૃષ્ણનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ભકિતનગર પોલીસનો દરોડો : ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ,તા. ૨૯: જંગલેશ્વર પાસે રાધાકૃષ્ણનગર મેઇન રોડ પર ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રાધાકૃષ્ણનગર મેઇન રોડ પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કામળીયા, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, તથા વાલજીભાઇ સહિત દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા ભાવનગર રોડ આજીડેમ પાસે અનમોલ પાર્ક શેરી નં. ૩ના જય શશીકાંતભાઇ સોઢા, કોઠારિયા રોડ મેઘાણીનગર શેરી નં. ૪ના મુકેશ જયસુખભાઇ કારીયા, રાધાકૃષ્ણનગર શેરી નં. ૨૦ના દિનેશ શંકરભાઇ વાઘેલા, શેરી નં. ૫ના શ્યામ ભુપતભાઇ ગોસકીયા અને ન્યુ.કેદારનાથ સોસાયટી શેરી નં. ૮ના રાહુલ પ્રભાતભાઇ ડાંગરને પકડી લઇ રૂ. ૧૦,૧૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. 

(3:16 pm IST)