Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામનગર રોડ મોમીન સોસાયટીમાં પટમાંથી દારૂની ૭૨ બોટલ સાથે યાકુબ મોટાણી પકડાયો

ગાંધીગ્રામ પોલીસે દબોચ્યો : હત્યા અને દારૂના બાર ગુનામાં સામેલ

રાજકોટ,તા. ૨૯: જામનગર રોડ પર આવેલી મોમીન સોસાયટીમાં ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પટમાંથી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલી મોમીન સોસાયટી પાસે પટ્ટમાં દારૂનો જથ્થો પડયો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. દિગ્વીજયસિંહ ગોહીલ તથા ભરતભાઇ ચૌહાણને બાતમી મળતા દરોડો પાડી મોમીન સોસાયટી પાસે પટમાંથી રૂ. ૪૬,૮૦૦ની કિંમતની દારૂની ૭૨ બોટલ સાથે યાકુબ મુસાભાઇ મોટાણી (ઉવ.૪૩) (રહે.મોમીન સોસાયટી શેરી નં. ૨/૩)ને પકડી લીધો હતો. યાકુબ અગાઉ પ્રનગર પોલીસ મથકમાં હત્યા તેમજ અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ૧૨ ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા, કોન્સ. વનરાજભાઇ, ભરતભાઇ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ તથા દિનેશભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(3:17 pm IST)