Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બાયોડીઝલના ગેરકાયદે વેચાણ અંગે ઝડપાયેલા કુલ ૧ર આસામીઓ અંગે કલેકટર સમક્ષ સુનાવણી...

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ જીલ્લા મહેસુલી - પુરવઠા તંત્રે ર૦ર૦-ર૧ માં કુલ ૧ર સ્થળોએ બાયોડીઝના ગેરકાયદે વેંચાણ અંગે દરોડા પાડયા હતા અને કરોડોનું બાયોડીઝલ તથા મુદામાલ કબજો લઇ ૧ર પાર્ટી સામે કાર્યવાહી કરી હતી, આ દરોડા જેતપુર, ગોંડલ-ઘંટેશ્વર, જસદણ, રાજકોટ સાત હનુમાન મંદિર પાસે, કુવાડવા રોડ, રાજકોટ, માલીયાસણ, પાડવામાં આવ્યા હતાં.

ઉપરોત તમામ ૧ર પાર્ટી સામે કલેકટર સમક્ષ આજે પ્રથમ સુનાવણી હાથ ધરાઇ છે, તમામને નોટીસો ફટકારી પુરવઠા તંત્રે જાણ કરી છે.

અરજદારનું નામ-સરનામુ    કેસની ટુંકી વિગત

યોગીરાજ ટ્રેડીંગ જેતપુર, હિરેન કોશીયા,     બાયોડીઝલના અનઅધિકૃત વેચાણ બાબત

રાજ ટ્રેડીંગ ગોંડલ, દર્શનભાઇ રૈયાણી        ,,

ગણેશ પેટ્રોલીયમ જેતપુર, મનિષભાઇ કાનાણી       ,,

પવન બાયોડીઝલ જેતપુર, સોયબભાઇ સલીમભાઇ સોલંકી   ,,

પરશુરામ એન્ટરપ્રાઇઝ જેતપુર, ગીરીશભાઇ ઠાકર   ,,

દ્વારકાધીશ આયોડીઝલ, જસદણ, સુરેશભાઇ શીરોળીયા       ,,

શિવશકિત એન્ટરપ્રાઇઝ ઘંટેશ્વર, મયુરસિંહ રાણા     ,,

કૌશીકભાઇ બકુત્રા, સાત હનુમાન મંદિર પાસે, રાજકોટ       ,,

શકિત બાયોડીઝલ, કુવાડવા રોડ, રાજકોટ ઉત્પલસિંહ ઝાલા  ,,

હરીકૃપા પેટ્રોલીયમ, માલીયાસણ રાજકોટ, મનસુખભાઇ વાદી ,,

ઓમશકિત એન્ટરપ્રાઇઝ માલીયાસણ, રાજકોટ, અભિજીતસિંહ જાડેજા ,,

(3:19 pm IST)