Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સાત કેસમાં જપ્ત થયેલા માદક પદાર્થનો કોર્ટના આદેશ બાદ ભઠ્ઠીમાં નાખી નાશ કરાયો

બી ડીવીઝનના બે,ગાંધીગ્રામના ત્રણ, તાલુકાનો એક અને ભકિતનગર પોલીસ મથકના એક કેસો નોંધાયા હતાઃ બ્રાઉનશુગર, ગાંજો અને અફીણનો નાશ કરાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે નામદાર કોર્ટ દ્વારા ફેસલ થયેલ એન.ડી.પી.એસ.(માદકપદાર્થ)ના કેસોના મુદ્દામાલનો નિકાલ કરવા માટે ડ્રગ ડીસ્પોઝલ કમીટીની રચના કરવામાં આવી હતી. અગાઉ માલવીયાનગર અને તાલુકા પોલીસ મથકમાં જપ્ત માદકપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો જયારે આજે સાત કેસોના નામદાર કોર્ટના હુકમ મુજબ ડ્રગ ડીસ્પોઝલ કમીટીના અધ્યક્ષ તરીકે ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા સભ્ય તરીકે ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા અને એસઓજીના પી.આઇ.આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પી.આઇ.જે.વી.ધોળા,બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એમ.બી.ઔસુરા, ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ.જે.જી.રાણા, સ્ટાફ સાથે તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધીકારી આર.વી.ચૌહાણની ઉપસ્થિતિમાં વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા બાલાજી પ્રેસર ઝાવકાસ્ટ નામના કારખાનાની ભઠ્ઠીમાં જપ્ત માદકપદાર્થમાં બ્રાઉનશુગર, ગાંધી અને અફીણનો નાશ કરવામાં઼ આવ્યો હતો.

(3:49 pm IST)