Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાત્રીનાં સમયે પણ રસ્તા રીપેરીંગઃ ર૦ થી વધુ રાજમાર્ગોનાં ખાડા પુરતુ તંત્રઃ અમિત અરોરા

રાજકોટ :.. રાજમાર્ગોનાં ખાડામાં મોરબ-મેટલ નાખી રસ્તા રીપેરીંગનું કામ પુરૂ જોશમાં તંત્ર દ્વારા દિવસ ઉપરાંત રાત્રીનાં સમયે પણ થઇ રહ્યુ છે. તે વખતની તસ્વીરો મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવેલ કે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરસાદના કારણે મેનહોલમાં ફસાયેલ કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવેલ છે, પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવામાં આવી હતી તેમજ ચાલુ વરસાદે પણ સફાઈ કર્મચારી દ્વારા મેનહોલ ચોખ્ખી રાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેનાથી વરસાદી પણ સરળતાથી વહી જાય અને પાણીનો સંગ્રહ ન થાય. વોર્ડ નં. ૦૨માં ગાંધીજીના સ્ટેચ્યુની સામેના વિવિધ વિસ્તારમાં, વોર્ડ નં. ૦૩માં મોચી બજાર, કોર્ટ ચોક વિગેરે વિસ્તારો, વોર્ડ ૦૭માં સોની બજારના વિસ્તારોમાં વિવિધ રોડ રિસ્ટોરેશનનની કામગીરી, વોર્ડ નં. ૧૭માં સુભાષનગર સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં. ૧૪માં ૮૦ ફૂટ રોડ ખાતે મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.  વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં જેવા કે વોર્ડ નં. ૦૧ના દ્વારકેશ પાર્ક થી સોપાન હાઇટસ સુધીનો ડ્રીમ સીટીવાળો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર ઇ.એસ.આર. સુધીનો રોડ, લાખનાં બંગલાવાળો રોડ, પ્રજાપતિ વાડી સામે, રૈયા ગામ-રવિરાજ ગેરેજ પાસે, વોર્ડ નં. ૦૮માં નાનામવા ચોક, વેસ્ટ ઝોન ઓફિસવાળો રોડ, અક્ષર માર્ગ-પંચવટી હોલવાળો રોડ કોર્નર, વોર્ડ નં. ૦૯માં રૈયા મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં. ૧૦માં તોરલ પાર્ક મેઇન રોડ, બી.ટી.સવાણી હોસ્પી.વાળો રોડ, કાલાવડ રોડ - ન્યારી ઇ.એસ.આર. પાસે, પ્રદ્યુમન ટાવર્સ ટી.પી. રોડ, પોસ્ટ ઓફિસ-જુનો યુનિ. રોડ, રૈયા ટેલીફોન એકસ., ઇન્દીરા સર્કલ, નવો યુનિ. રોડ-સેન્ટમેરી સ્કુલ પાસે, વોર્ડ નં. ૧૧માં વગડ ચોક થી સગુન ચોક સુધી, સ્પીડવેલ ચોક થી જેટકો ચોક સુધી, ભીમનગર ચોક થી અંબિકા બ્રીજ, સિલ્વર ગોલ્ડ રેસી.વાળો રોડ, નાનામવા સર્કલ પાસે, મવડી ચોકડી, ઉદયનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ - આર.કે.પ્રાઇમ પાસે, વોર્ડ નં. ૧૨માં મવડી મેઇન રોડ થી હરિદ્વાર સોસા. એપ્રોચ, ઉદગમ સ્કુલ થી ગોવિંદરત્ન વિગેરે વિસ્તારમાં મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેમાં આજી GIDCના મુખ્ય માર્ગો, વોર્ડ નં. ૧૮માં કોઠારીયા વિસ્તારના વિવિધ વિસ્તારો, વોર્ડ નં. ૦૪માં રાધા-મીર રોડ પર રોડ રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જે જે રસ્તા પર આવશ્યક જણાય છે તે તમામ રોડ રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. 

(3:49 pm IST)