Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટ શહેરમાં ૫૧% અને જિલ્લામાં ૩૭% ફુલ્લી વેક્સીનેટેડ

અત્યાર સુધીમાં બધા મળી શહેર-જિલ્લામાં ૩૦ લાખથી વધુ ડોઝ અપાયા

રાજકોટ:કોરોના સામે સુરક્ષિતા પુરી પાડતી વેક્સિનેશન અર્થે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના ૧૦,૮૮,૫૨૩  લોકોને પ્રથમ ડોઝ સાથે ૯૫ % તેમજ જિલ્લામાં ૧૦,૧૭,૬૮૯  લોકોને એટલે કે ૯૦ % લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ મેળવી ચુક્યા છે. તેમજ રાજકોટ શહેરના ૫,૬૨,૯૦૬  લોકોને બિજો ડોઝ સાથે ૫૨ % તેમજ જિલ્લામાં ૪,૧૫,૨૭૦  લોકોને એટલે કે ૪૧ % લોકોએ વેક્સીનનો બિજો ડોઝ મેળવી ચુક્યા છે. સરેરાશ રાજકોટ શહેરમાં ૫૧% અને જિલ્લામા ૩૭% ફુલ્લી વેક્સીનેટેડ થયા છે.
હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી ૧૬,૫૧,૪૨૯  ડોઝ તેમજ જિલ્લામાં ૧૪૩૨૯૫૯ ડોઝ સાથે કુલ ડોઝ ૩૦,૮૪,૩૮૮  અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાની યાદીમાં જણાવ્યું છે.

(8:09 pm IST)