Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નવરાત્રીના પાવન પર્વમાં ૮૧૬ પરિવારો ગૃહ પ્રવેશ કરશે

મનપા તથા રૂડાના EWS-II,LIGના ૫૪૮૪ આવાસોનું નરેન્‍દ્રભાઇના હસ્‍તે શુક્રવારે ઇ-લોકાર્પણ : ૩ BHKના ૯૨૯ ફલેટ ફાળવણી ડ્રોઃ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્‍યમંત્રી ગૃહ યોજના હેઠળ રૂા. ૪૪૨.૨૯ કરોડના ખર્ચે નિર્માણ

રાજકોટ તા. ર૮: મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૩૩૪.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૩પર૬ આવાસોનું પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે તા. ૩૦ના રોજ ઇ-લોકાર્પણ તેમજ MIG પ્રકારના ૯ર૯ આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી. હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ થશે. રૂડા દ્વારા રૂ. ૯૦.૭૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૭ર૮ આવાસોનો લોકાર્પણ પણ કરવામાં આવશે.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશ્‍નર અમિત અરોરા, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે જણાવ્‍યું હતું કે મહાનગરપાલિકા દ્વારા રૂ. ૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ સ્‍થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના ૩પર૬ આવાસોનું ઇ-લોકાર્પણ તા. ૩૦એ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરવામાં આવનાર છે.

આ ઉપરાંત તથા MIG પ્રકારના ૯ર૯ આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી. હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ સ્‍થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓમાં ઇસ્‍ટ ઝોનમાં રૂ. ૮૮.૯૭ કરોડના ખર્ચે બનેલા EWS-I કેટેગરીના ૧પ૩૮ આવાસ, વેસ્‍ટ ઝોનમાં રૂ. ૧૩.ર૪ કરોડના ખર્ચે બનેલા સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે EWS-II કેટેગરીના ૧૪૪ આવાસ, પાળ રોડ પર રૂ. ૯૯.૩૬ કરોડના ખર્ચે બનેલા LIG કેટેગરીના ૮૬૪ આવાસ તથા રૂ. ૩૬.૪ર કરોડના ખર્ચે બનેલા MIG કેટેગરીના ર૭ર આવાસ, નાનામવા રોડ પર ભીમરાવ ચોક પાસે રૂ. ૩૩.૮૭ કરોડના ખર્ચે બનેલા MIG કેટેગરીના ર૬૦ આવાસ અને શીતલ પાર્ક ૧પ૦ ફુટ રીંગ રોડ પાસે રૂ. ૬ર.૪૭ કરોડના ખર્ચે બનેલા MIG પ્રકારના ૪૪૮ આવાસોનો સમાવેશ થાય છે.

૧-૨ BHK ફલેટનું લોકાર્પણ

ટી.પી.સ્‍કીમ નં.૧,ફા.પ્‍લોટ-૫૭૨ની EWS-II આવાસ યોજનાના ૧૨૬ યુનીટ પ્રોજેક્‍ટ કોસ્‍ટ ૧૧.૫૮(Cr), ટી.પી.સ્‍કીમ નં.૧૭,ફા.પ્‍લોટ-૭૯ની EWS-II આવાસ યોજનાના ૭૮૪ યુનીટ પ્રોજેક્‍ટ કોસ્‍ટ ૬૧.૦૧(Cr) ,ટીપી સ્‍કીમ નં-૧૭,ફા,પ્‍લોટ-૯૫ માં EWS-II આવાસ યોજનાના ૩૨૦ યુનીટ પ્રોજેક્‍ટ કોસ્‍ટ ૩૫.૩૭(Cr), ટી.પી. સ્‍કીમ નં.-૧૦,ફા.પ્‍લોટ-32/A ખાતે મુખ્‍યમંત્રી ગૃહ યોજનાના LIG પ્રકારના ૭૨૮ યુનીટ પ્રોજેક્‍ટ કોસ્‍ટ ૯૦.૭૩(Cr)ની સાઈટની મુલાકાત લેવામાં આવેલ. આમ, કુલ EWS-II ના કુલ ૧૨૩૦ આવાસો જેની કુલ પ્રોજેકટ કોસ્‍ટ ૧૦૭.૯૬(Cr) છે. આ વિવિધ આવાસ યોજનાની કામગીરીમાં કુલ ૧૯૫૮ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આ આવાસોની લગત લાભાર્થીઓને લોકાર્પણ કરવા તા.૩૦નાં રોજ આયોજન કરવામાં આવેલ છે.

(4:03 pm IST)