Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગુજરાતમાં ભાજપની પાંચ ગૌરવયાત્રાઃ ૯ ઓકટોબરે રાજકોટમાં

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેસરિયો માહોલ સર્જવા સળંગ અઠવાડિયાનો કાર્યક્રમઃ સરકારની સિધ્‍ધીઓ વર્ણવાશે : સૌરાષ્‍ટ્રની બન્‍ને યાત્રાનો સોમનાથથી ૭મીથી પ્રારંભઃ એકનું દ્વારકા - બીજીનુ ઝાંઝરકા સમાપનઃ કેન્‍દ્રીય અને પ્રદેશના નેતાઓ જોડાશે

રાજકોટ, તા. ર૮ : ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા એક સાથે પાંચ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. પાંચેય યાત્રાઓ ૭ ઓકટોબર અથવા તેની આસપાસના દિવસોમાંથી પ્રસ્‍થાન કરશે. દરેક યાત્રામાં દરેક દિવસે પ્રદેશ અને કેન્‍દ્રનાં જુદા જુદા નેતાઓ જોડાશે. વિવિધ સ્‍થળોએ સ્‍વાગત અને જાહેરસભાઓમાં કેન્‍દ્ર અને રાજય સરકારની સિદ્ધિઓ વર્ણવશે. સૌરાષ્‍ટ્ર વિભાગની બન્ને યાત્રાનો સોમનાથથી પ્રારંભ થશે. એક યાત્રાનું બોટાદના ઝાંઝરકામાં તમજ બીજી યાત્રાનું દ્વારકામાં સમાપન થશે.

પાંચેય યાત્રાઓ એક અઠવાડીયામાં ગુજરાતના તમામ વિધાનસભા મત ક્ષેત્રોને આવરી લે તેવું આયોજન છે. યાત્રાઓ માટે સંમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં સૌરાષ્‍ટ્રની બે યાત્રાઓ પૈકી એક યાત્રાની સમિતિમાં બાબુભાઇ જેબલીયા, ઉદય કાનગડ, ઝવેરીભાઇ ઠકરાર અને સુરેશ ગોડાણી, બીજી યાત્રામાં  ભરત બોધરા, જયંતિ કવાડીયા, અભયસિંહ ચૌહાણ અને ધનસુખ ભંડેરી રહેશે.

એક યાત્રા ૮ ઓકટોબરે ઉપલેટા, ધોરાજી, જેતપુરમાં ફરશે. બીજા દિવસે તા. ૯ રવિવારે વિરપુર, ગોંડલ, મોટા દડવા, જસદણ, આટકોટ, વિરનગર, સરધાર, ત્રંબા થઇ રાજકોટ શહેરમાં પ્રવેશ કરશે. યાત્રાનો વિગતવાર રૂટ તૈયાર થઇ રહ્યો છે.

(3:27 pm IST)