Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજકોટ રેલ્‍વે ડિવિઝનમાં કેટરિંગ સ્‍ટોલ અને પેન્‍ટ્રી કારમાંથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસણી

રાજકોટ, ૨૮ : રાજકોટ ડિવિઝન દ્વારા ૧૬મી સપ્‍ટેમ્‍બરથી ૨જી ઓક્‍ટોબર, ૨૦૨૨ દરમિયાન સ્‍વચ્‍છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન રેલ પરિસરને સુંદર બનાવવા માટે સ્‍વચ્‍છતાને લગતી વિવિધ પ્રવળત્તિઓ સતત કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા અનુસાર સ્‍વચ્‍છતા પખવાડાના ૧૨મા દિવસે સ્‍વચ્‍છ પેન્‍ટ્રી કાર/કેન્‍ટીન ડે પર ડિવિઝનના વિવિધ સ્‍ટેશનો પરના કેટરિંગ સ્‍ટોલ અને ટ્રેનોની પેન્‍ટ્રી કારમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના વાણિજ્‍ય નિરીક્ષક શ્રી વિશાલ ભટ્ટ અને શ્રી ચંદ્રસિંહ ઝાલાએ ટ્રેન નં. ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્‍ણોદેવી કટરા-હાપા સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ અને ટ્રેન નં. ૧૯૨૭૦ મુઝફ્‌ફરપુર-પોરબંદર એક્‍સપ્રેસની પેન્‍ટ્રી કારનું નિરીક્ષણ કર્યું હતું. મુસાફરોને સારો સામાન આપવામાં આવી રહ્યો છે તેની ખાતરી કરવા માટે તેઓએ ખાદ્યપદાર્થોના નમૂનાઓ, ઠંડા પીણા, બિસ્‍કિટ અને અન્‍ય ખાદ્યપદાર્થોની ચકાસણી કરી. આ સાથે ખાદ્યપદાર્થો બનાવવામાં વપરાતી તમામ ચીજવસ્‍તુઓની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ રેલવે ડિવિઝન ના અધિકારીઓ અને સુપરવાઈઝરોએ રેલવે સ્‍ટેશનોના કેટરીંગ સ્‍ટોલ પર ઉપલબ્‍ધ ખાદ્ય ચીજવસ્‍તુઓની ગુણવત્તા, વિક્રેતાનું તબીબી પ્રમાણપત્ર, ફૂડ લાયસન્‍સ, યુનિફોર્મ, નેમ પ્‍લેટ, રેટ લિસ્‍ટ અને સ્‍વચ્‍છતા વગેરેની ચકાસણી કરી હતી. અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની એક યાદીમાં જણાવામાં આવ્‍યું છે.

(4:23 pm IST)