Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વંદે માતરમ્‌ ગીત ઉપર બાળકોએ રજુ કરી ખાસ કૃતિ : બાલભવનમાં બાળ ખેલૈયાઓની રમઝટ

રાજકોટ : અહિંના બાલભવન ખાતે જોકર ગ્રાઉન્‍ડમાં ઓરકેસ્‍ટ્રા સાઝ ઔર આવાજના તાલે બાળ ખેલૈયાઓએ ગરબા-ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઇભાઇ અને ટીટોડાનાં તાલમાં ઝૂમ્‍યા હતા. ખાસ કૃતિ વંદે માતરમ્‌ તો બાળકોની સાથે ઉપસ્‍થિત તમામ મહેમાનો-વાલીઓના મનમાં વસી ગઇ. રોજેરોજ ૪૦ જેટલા બાળકોને પ્રિન્‍સ/ પ્રિન્‍સેસ જાહેર કરી વિજેતાઓને ઇનામ આપી સન્‍માનીત કરાયા હતા. રાજકોટ કન્‍યા કેળવણી મંડળના નવીનભાઇ ઠક્કર, ડો.કિરીટભાઇ વોરા, જીમીભાઇ અડવાણી, લલીતાબેન અડવાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉર્વશીબેન પાટડિયા, ભારતીબેન નથવાણી, મુકેશભાઇ દોશી સહિતના મહેમાનોએ ર્માં જગદંબાની આરતી કરેલ. નિર્ણાયક પુજાબેન ગઢિયા, ઉર્વશીબેન પાટડીયા, પ્રાંજલ દવે અને કશીશ નથવાણીએ સેવા આપી હતી. બાલભવનના ટ્રસ્‍ટી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે મહેમાનોનાં વરદ હસ્‍તે તમામ વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું. ઓફિસ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસનાં મેનેજમેન્‍ટ સાથે કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્‍યાસ દ્વારા કરાયું હતું.

(3:13 pm IST)