Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સાથિયા પુરાવો દ્વારે દિવડા પ્રગટાવો રાજ આજે મારા આંગણે પધારશે મા પાવાવાળી

માતાજીની આરાધના કરવાનું મહાપર્વ આસો નવરાત્રી. આસો નવરાત્રીમાં આજે ચોથુ નોરતુ છે. સૌ ભાવિકો માતાજીની ભકિતના રસમાં તરબોળ થઇ રહ્યા છે અને ગાઇ રહ્યા છે કે ન શાષા ના શ્રવણનું પયપાન પીધું ન મંત્ર કે સ્‍તુતિ કથા કઇ કીધુ શ્રધ્‍ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... શ્રી ખોડિયાર ભવાની ગરબી મંડળ : શહેરના માયાણી ચોક વિસ્‍તારમાં આવેલ ખોડિયાર ભવાની ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી આસો નવરાત્રીનું ખૂબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા ત્રણ વખત ઇનામ પ્રાપ્‍ત કરેલ. ગરબી મંડળની બાળાઓ દ્વારા દરરોજ નાટક અને કલાત્‍મક રાસ રજૂ થાય છે. ગરબી મંડળની બાળાઓના રાસ નિહાળવા હજારોની સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા પ્રમુખ હિરાભાઇ સભાડ, ઉપપ્રમુખ કિશનભાઇ માલધારી, નિતીનભાઇ સુદ્રા, દિવ્‍યરાજભાઇ પઢીયાર, વિજયભાઇ માલધારી, સંજયસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, મહિપતસિંહ ખેરડીયા, ગાયક : કિરીટભાઇ હરણેશા, ઇલાબેન ભટ્ટી, સ્‍ટેજ ડ્રામા હિરેનભાઇ પરમાર, પ્રેકટીસમાં જયાબેન ચાવડા, રેખાબેન જરીયા, ભાવનાબેન દાફડા સહિતના સેવા અને જહેમત ઉઠાવે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:14 pm IST)