Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કોમી એકતાનું પ્રતિક સમી ગોપાલનગરની ગરબીમાં આજે ખોડીયારમાનો હિંડોળાનો રાસ

૫૬ સહિત પાંચ મુસ્‍લિમ બાળાઓ દ્વારા પણ માતાજીની આરાધનાઃ મહાકાળી ગરબી મંડળ દ્વારા

રાજકોટઃ શહેરમાં ૧/૭ ગોપાલનગર કષ્‍ટભંજન બાલાજી હનુમાન ખાતે શ્રીમહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્‍લા ૩૧ વર્ષથી સંપૂર્ણ પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. ગરબીમાં ૫૬ બાળાઓ રાસ રમે છે. જેમાં પાંચ મુસ્‍લીમ બાળાઓ પણ માંની આરાધના કરે છે. તે કોમી એકતાનું પ્રતિક છે.

ગરબીના ગાયક કલાકાર શ્રીમહેન્‍દ્રભાઇ સાવલીયા તેમજ અન્‍ય કલાકારો બાળાઓને રાસે રમાડે છે આજે ચોથા નોરતે ખોડીયારમાંનો હિંડોળો ભવ્‍યરાસ, સાતમા નોરતે માતાજીનો ભુવારાસ તેમજ નવમા નોરતે ભીંજાય ઘરચોળુ, ભીંજાય ચુંદડી નાટક રજુ થશે. જાહેર જનતાને દર્શનનો લાભ લેવા શ્રીસંજયભાઇ રામાણી તથા શ્રીવિજયભાઇ દલાલ તેમજ કાયકર્તાઓ દ્વારા નિમંત્રણ અપાયુ છે.

(3:17 pm IST)