Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સહિયર રાસોત્‍સવ... છલડો- ડાકલા- ભકિત- દેશભકિતની છલકાતી જમાવટ...

સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ધનસુખ ભંડેરીના હસ્‍તે ઈનામો અપાયા

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર રાજકોટની શ્રેષ્‍ઠ નવરાત્રી સહિયર રાસોત્‍સવમાં રાત પડેને રંગત જામે છે. ડાકલા, ટીટોડો, છલડો, ભકિત, દેશભકિતની રચનાઓથી છલોછલ રાસોત્‍સવમાં પ્રેક્ષકો અને ખેલૈયાઓ પૈસાવસુલની અનુભુતિ કરી રહ્યા છે. આવનાર તમામ લોકો પ્રમુખ શ્રી સુરેન્‍દ્રસિંહવાળાને અભિનંદન આપી રહ્યા છે. રાસોત્‍સવની શરૂઆત પુર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, સાંસદ શ્રી રામભાઈ મોકરીયાના હસ્‍તે માં ની આરતી થઈ હતી. આરતીના ગાયકો તેજસ શિસાંગીયા તથા સાગરદાન ગઢવીએ આરતી ગાઈ હતી.

આ પ્રસંગે ભાજપ અગ્રણી મનુભાઈ વઘાસીયા, જયંતીભાઈ સરધારા તેમજ મ્‍યુ.કમિશ્નર અમીત અરોરા, ડે. કમિશ્નર આશિષકુમાર, ઓફીસર સાગઠીયા, એસ.પી.વી.કે.મલ્‍હોત્રા, પી.આઈ. જે.વી.ધોળા, પી.આઈ.શ્રી વ્‍યાસ, પી.આઈ.શ્રી ઝાલા, પી.એસ.આઈ. શ્રી ઝાલા પરિવાર સાથે રાસ નિહાળ્‍યો હતો.

રાસોત્‍સવનો રંગ જમાવવા ગરબાકિંગ રાહુલ મહેતા, લોક ગાયક સાગરદાન ગઢવી, મલ્‍ટીટેલેન્‍ટેડ સાજીદ ખ્‍યાર તથા વર્સેટાઈલ ઉર્વિ પુરોહિતે રંગ જમાવ્‍યો. સાગર બેન્‍જો, વિજય બારોટ, રવિ ભશ્વનાં મેલોડી સમાગમ સાથે ડાકલાના તાલે હિતેષ ઢકેચાએ સ્‍ટેજ પર આવી જમાવટ કરી હતી. પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ સર્વિસ ટીમના સંગાથે તેજસ શિસાંગીયા તથા જીલ એન્‍ટરટેમેન્‍ટ સંગીત ગ્રુપ જમાવટ કરી રહ્યું છે.

ત્રીજા નોરતાના વિજેતાઓઃ સિનીયર પ્રિન્‍સ- ચિન્‍મય ખખ્‍ખર, જીગર ગજજર, હર્ષ જરીયા, વેલડ્રેસ પ્રિન્‍સ- સુનિલ ઠાકોર, જુનિયર પ્રિન્‍સ- વિવેક પરમાર, વિવેક રાજપુત, કલ્‍પ વેકરિયા,  સિનિયર પ્રિન્‍સેસ- કિટુ આહિર,  મીતલ આહીર, વિઘી સુદાણી, વેલડ્રેસ પ્રિન્‍સેસ- ચાંદ ગોહેલ, જુનિયર પ્રિન્‍સેસ- શ્રેયા મકવાણા, કોમલ વ્‍યાસ, ધાર્મી જમાવદરીયા.

આ તમામ વિજેતાઓને ડો.ધનસુખભાઈ ભંડેરી, શ્રીમતી કેલાશબેન ભંડેરી, દિવ્‍યરાજસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધેર્ય પારેખ, જય પારેખ, ધર્મરાજસિંહ ગોહેલ, દયેલા પંડીત, વાપીથી ઉપસ્‍થિત જેકિંગ પટેલ, વિરલ પટેલ, દિપસિંહ પરમાર, હર્ષ પટેલ, જયપુરથી રામશ્રી શેખાવત, યશ વૈશ્નવ, બક્ષી સોલંકીના હસ્‍તે ઈનામો અપાયા હતા.

આયોજનમાં પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ-  ક્રિષ્‍નાપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટર યશપાલસિંહ જાડેજા, કન્‍વીનર જયદીપભાઈ રેણુકા, ટ્રેઝરર વિજયસિંહ ઝાલા, વાઈસ સેક્રેટરી પ્રકાશભાઈ કણસાગરા, કલ્‍ચરલ ઓર્ડીનેટર સમ્રાટ ઉદેશી, સહ કન્‍વીનર ધેર્ય પારેખ તેમજ ઓર્ગેનાઈઝર ટીમ દિલીપભાઈ લુણાગીયા (કોર્પોરેટર વોર્ડ નં.૫), તીર્થરાજસિંહ ગોહિલ (શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકી મહેતા (શ્રી સાંઈ એન્‍ટરપ્રાઈઝ), રવિરાજસિંહ જાડેજા (આર.કે. સિકયુરિટી), ધર્મેશભાઈ રામાણી (તીર્થ ગોલ્‍ડ), રાજવીરસિંહ ઝાલા (યોગી હોટેલ- લીંબડી), જગદીશભાઈ દેશાઈ, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા (ગુરૂકૃપા ફર્નિચર), રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર), વિકી ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૂપેશભાઈ દત્તાણી (આર.ડી.), નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા (જે.ડી. ગોલ્‍ડ), શૈલેષભાઈ ખખ્‍ખર (એસ.કે.), ગુંજન પટેલ, એહમદ સાંઘ, યુવરાજસિંહ ચુડાસમા, કૃણાલભાઈ મણિયાર (વોઈસ ઓફ ડે), હિરેનભાઈ ચંદારાણા (સાગર પેન એજન્‍સી), નિલેશભાઈ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ), પરેશભાઈ બોઘરા (સિલ્‍વર કોઈન પ્રા.લી.), ભરતભાઈ વ્‍યાસ (રોટલા એકપ્રેસ), મીત વેડીયા (રત્‍ના જવેલર્સ), મનસુખભાઈ ડોડીયા (શિવમ ફેબ્રીકેશન), સુનીલ પટેલ (પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ), પ્રતિકભાઈ જટાણીયા, શૈલેષભાઈ પંડયા (આસ્‍ક વર્લ્‍ડ વિઝન), હિરેનભાઈ નથવાણી (શ્રી સોસીંગ) જહેમત ઉઠાવી 

(3:18 pm IST)