Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પ્રાચીન ગરબીમાં અનેરૂ સ્‍થાન ધરાવતી કોઠારીયા કોલોની ગરબી મંડળ

રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા ગરબે રમે:બોલ માડી અંબે જય જય અંબેનો દિવ્‍યનાદ ગુંજયો

રાજકોટઃ કોઠારીયા કોલોની ગરબીમંડળ છેલ્‍લા ૬૫ વર્ષથી પ્રાચીન ગરબીને આયોજન કરે છે. દરરોજ મહાઆરતી, દોહા, છંદ તથા પ્રાચીન શૈલીના રાસો, ગામઠી રાસો રજુ કરવામાં આવે છે. કોઠારીયા કોલોની ગરબી પ્રાચીન ગરબીમાં અનેરૂ આકર્ષણ જમાવેલ છે. ગરબી મંડળના મુખ્‍ય રાસો, જેમાં દાંડીયારાસ, ચોકડીરાસ, મંજીરારાસ, કોંપણીરાસ, કરતાલ રાસ, બાદશાહ રાસ, શાષાીયનૃત્‍યુ, ડબલઉલારીયો, શિવલહેરીરાસ, હુડો, છંદ, ટીપ્‍પણીરાસ, મીકસદાંડીયારાસ, મોગલમાંનો રાસ, મોરબની થનગાટરાસ સહિતના પ્રાચીન અવનવા રાસો રજુ કરવામાં આવે છે. ગાયકવૃંદમાં દેશળભાઇ ગઢવી(ગાયક), ગીતાબેન બારોટ (કોકીલકંઠી), જીજ્ઞેશભાઇ પરમાર (બેન્‍જોમાસ્‍તર), રાકેશ નીમાવત (ઢોલનો માણીગર), અનોપસિંહ જાડેજા (એંકર), પ્રવિણસિંહ જાડેજા (મંજીરા), કિરીટસિંહ જાડેજા (પ્રેકટીસ માસ્‍તર) સહિતના સેવા આપી રહ્યા છે. તેમ ગરબી મંડળની યાદીમાં જણાવેલ છે.

(3:20 pm IST)