Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

થ્રી અને સિકસ સ્‍ટેપ ઉપર રઘુવંશી ખેલૈયાઓની જમાવટ

રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં મેટલ અને વોટર ડ્રમ વગાડી હાર્દિક મહેતાએ ખેલૈયાઓને મંત્રમુગ્‍ધ કર્યા

રાજકોટઃ ત્રીજા નોરતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્‍સવ ગ્રાઉન્‍ડ ખેલૈયાઓથી ભરચક થયું હતું, આબેહુબ પરિધાન પહેરી મન મુકીને ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. મેડ મ્‍યુઝિકના સથવારે ખેલૈયાઓ શરૂઆતથી જ મોજમાં આવી ગયા હતા. મેટલ અને વોટર ડ્રમ વગાડી હાર્દિક મહેતાએ ખેલૈયાઓને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. અને તેમાં પણ ખેલૈયાઓએ ફોર સ્‍ટેપ સીધા રમી રંગત જમાવી હતી. રોશનીની ઝાકમઝોળ વચ્‍ચે દોઢ લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ પર અવનવા સ્‍ટેપ રમીને ખેલૈયાઓ પોતાની મસ્‍તીમાં ખોવાયા હતા.

વિશાળ ગ્રાઉન્‍ડ, અતિ આધુનિક ડેકોરેટીવ લાઇટીંગ ઇફેકટ ખેલૈયાઓને જ નહીં પણ ર્દશકોના હૈયાઓની પણ હીલોળે ચડાવ્‍યા હતા. સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા મેડ મ્‍યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્‍ચે રઘુવંશી ખેલૈયાઓએ અવનવા સ્‍ટેપ રમી માજગદંબાની આરાધના કરી હતી.

અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સની સાથે વિશાળ સ્‍ટેજ ઉપર ટવીન્‍કલ પટેલ અને મનોજ નથવાણીએ અદભુત એન્‍કરીંગ કરી તથા ગાયકો હરી ગઢવી, તરુણ વાઘેલા, રઘુ ત્રિવેદી, જયોત્‍સના રાયચુરા, શ્રધ્‍ધા ખખ્‍ખર, ખુશી બદિયાણીએ માતાજીના ગરબા તથા ગુજરાતી ફિલ્‍મી જેવા કે, મોતી વેરાણા ચોકમાં સહિતના રીમીકસ ગીતો ગાઇ થનગનાટ મચાવી દીધો હતો.

રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા આયોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્‍સ-પિન્‍સેસને ઇનામો આપવામાં આવ્‍યા હતા.જેમાં ફર્સ્‍ટ પિન્‍સ તરીકે ભવ્‍ય મણિયાર, ફર્સ્‍ટ પ્રિન્‍સેસ પૂજા ઓધિયા જયારે વેલડ્રેસ બોયઝમાં નીતિન જોબનપુત્રા, વેલડ્રેસ જાનવી મહેતા જયારે જૂનિયર ખેલૈયામાં ફર્સ્‍ટ પ્રિન્‍સ તરીકે જેનીશ ગણાત્રા, ગર્લ્‍સમાં જીયા હિંડોચા, વેલડ્રેસ બોયઝમાં અક્ષ શીંૅગાળા, વેલડ્રેસ જુનિયર ગર્લ્‍સમાં રાહી કોટક સહિતના ખેલૈયામાં લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે આર.ડી.ગ્રુપના પરેશભાઇ પોપટ, જયોતિબેન પોપટ, ગીરીરાજ હોસ્‍પિટલના ચેરમેન રમેશભાઇ ઠક્કર તેમજ રેણુકાબેન ઠક્કર, રતનપર મંદિરના ટ્રસ્‍ટી હેમંતભાઇ દાવડા, હરીહર સિલેકશન પ્રવિણભાઇ છાવાણી પરિવાર સાથે ભરતભાઇ ભીંડોરા, ગીરીરાજસિંહ જાડેજા, જેઠુભા જાડેજા, કમલેશ લાલ, હરેશ દાવડા, સંજયભાઇ કક્કડ, અશ્વિનભાઇ બગડાઇ, કિર્તીભાઇ ગોટેચા, મનુભાઇ જોબનપુત્રા વગેરેએ રાસોત્‍સવ નિહાળ્‍યો હતો.

પરેશભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્‍સવને સફળ બનાવવા પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ(મામા),  શૈલેષભાઇ પાબારી (એસપી), હસુભાઇ ભગદેવ, રાકેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશીકભાઇ માનસતા, બલરામભાઇ કારીયા, જતીનભાઇ દક્ષિણી, ધર્મેશભાઇ વસંત, ઉમેશ સેદાણી, કલ્‍પેશભાઇ તન્ના, અશ્વિનભાઇ જોબનપુત્રા, મોહીતભાઇ નથવાણી, હરદેવભાઇ માણેક, મેહુલભાઇ નથવાણી, જતીનભાઇ પાબારી, રશેષભાઇ કારીયા, વિપુલ કારીયા, ડો.હાર્દિપ રૂપારેલ, ધવલ પાબારી, વિપુલ મણિયાર, રાજભાઇ વિઠલાણી, શ્‍યામલ વિઠલાણી, રાજુ બગડાઇ, હિરેન કારીયા, કેજસ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા યશ અજાબિયા, અમિત અઢીયા, કીર્તિભાઇ શીંગાળા, મયંક પાઉં, કિશન વિઠલાણી, ચંદ્રેશભાઇ વિઠલાણી, અમિતભાઇ દક્ષિણી, ધ્રુવ રાજા, હેમાંગભાઇ તન્ના, પ્રેસ રિપોર્ટર જગદીશ ઘેલાણી, હિતેષભાઇ ગટેચા, કિરીટભાઇ કેસરીયા, વિમલ વડેરા, કલ્‍પેશ બગડાઇ, અશ્વિનભાઇ બુધ્‍ધદેવ, ધ્રુમિલ ગોંધિયા, આનંદ જોબનપુત્રા, બિમલભાઇ ગોટેચા, મયુર અનડકટ, રાકેશભાઇ ચંદારાણા, પંકજભાઇ ગણાત્રા, સમીર રાજાણી, રાજુ ખીમાણી, વિજય મહેતા, દર્શન કક્કડ, પાર્થ કોટક, મહેકભાઇ માનસતા તેમજ મહિલા સમિતિના શીતલબેન બુધ્‍ધદેવ, શિલ્‍પાબેન પૂજારા, તરુબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાંઉ, બિજલબેન ચંદારાણા, રત્‍નાબેન સેજપાલ તેમજ મધ્‍યસ્‍થ કાર્યાલયની સંપૂર્ણ જવાબદારી મહેન્‍દ્રભાઇ જીવરાજાની, હિમાંશુભાઇ કારીયા, જીજ્ઞેશભાઇ કોટેચા, વિમલભાઇ પારેખ, કાનાભાઇ સોનછાત્રા સહિતના સંભાળી રહ્યા છે. પાસ મેળવવા કે અન્‍ય માહિતી માટે મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:21 pm IST)