Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

શહેર પોલીસ હેડક્‍વાર્ટરમાં સતત ૩૬ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજનઃ ૧૨૧ બાળાઓનો દર્શનીય રાસ

રાજેન્‍દ્રસિંહ ગોહિલ અને શબ્‍બીરભાઇ મલેક ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરે છે સંચાલનઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી જી. એસ. બારૈયાનું સતત પ્રોત્‍સાહન

રાજકોટઃ શહેરના પોલીસ હેડક્‍વાર્ટરમાં પ્રાચીન પરંપરાઓનું જતન કરતી ગરબીનું છેલ્લા છંત્રીસ વર્ષથી અવિરત આયોજન થાય છે. આ વર્ષે આ ગરબીમાં પોલીસ પરિવારની ૧૨૧ બાળાઓ કોઇપણ જાતના ભેદભાવ વગર ભાગ લઇ રહી છે. હેડક્‍વાર્ટરમાં પ્રાચીન ગરબીનો છત્રીસ વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓ રાજભા ખાનુભા વાઘેલા, નિર્મળસિંહ ઝાલા અને શંકરભાઇએ પ્રારંભ કર્યો હતો. વર્ષો સુધી તેમણે આ ગરબીનું સંચાલન સંભાળ્‍યું હતું. છેલ્લા ચાર વર્ષથી ગરબીના મુખ્‍ય સંચાલક તરીકે કોન્‍સ્‍ટેબલ રાજેન્‍દ્રસિંહ ગોહિલ અને કોન્‍સ્‍ટેબલ શબ્‍બીરભાઇ મલેક સંભાળી રહ્યા છે. ગરબીના આયોજનમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે તે માટે ઉચ્‍ચ પોલીસ અધિકારીશ્રીઓ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપીશ્રી સુધીરકુમાર દેસાઇ, એસીપી હેડક્‍વાર્ટર જી. એસ. બારૈયા, પીઆઇ મયુર કોટડીયા સતત સંચાલકોને ઉત્‍સાહિત કરતાં રહે છે. બાળાઓને લ્‍હાણી, પ્રસાદનું રોજ વિતરણ થાય છે.

(3:23 pm IST)