Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબી રોડ નાની ફાટક નજીક રહેતી અપહ્વત સગીરાની શોધખોળ

પાંચ મહિના પહેલા બી ડીવીઝન પોલીસમાં ફરીયાદઃ દીકરીને શોધી કાઢવા માતાની આજીજીઃ ઇન્‍દોરનો સાજીદખાન પર શંકા

રાજકોટ, તા.૨૯: મોરબી રોડ નાની ફાટક નજીકના વિસ્‍તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને કોઇ અજાણ્‍યો શખ્‍સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લેતા બી ડીવીઝન પોલીસમાં નોંધાયા બાદ દીકરીને શોધી કાઢવા માટે માતાએ રજુઆત કરી છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ નાની ફાટકની બાજુમાં વિસ્‍તારમાં રહેતી મહિલાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ગત તા.૨૯/૫/૨૨ના રોજ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતાના ૨૦૧૧માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ ત્રણ પુત્રી સાથે મોરબી રોડ નાની ફાટકની બાજુના વિસ્‍તારમાં રહે છે અને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે પાણી અને વેફર્સની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.૨૭/૫ના રોજ ૧૪ વર્ષની દીકરીને કેબીને બેસાડીને ઘરે જમવા માટે ગયા હતા. પોતે જમીને પરત આવતા સગીરા બાથરૂમ કરવા જાવ છું. તેમ કહી કેબીનેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા પોતે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા સગીરાની માતાએ સગીરાને શોધી કાઢવા માટે રજુઆત કરી છે. જો કોઇને આ સગીરા જોવા મળે તો મો.નં.૮૭૮૦૩૭૪૯૪૨ ઉપર સંપક કરવા સગીરાની માતાએ કરેલી રજુઆતમાં જણાવાયુ છે.

(4:00 pm IST)