Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જૂના માર્કેટીંગ યાર્ડ બકાલા વિભાગ પાસે તીનપતીનો જુગાર રમતા ૫ ઝડપાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમનો દરોડો : રૂા. ૨૪ હજારની મત્તા કબ્‍જે

રાજકોટ તા. ૨૯ : જૂના માર્કેટીંગ યાર્ડમા ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બકાલા વિભાગમાં તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જૂના માર્કેટીંગ યાર્ડમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, દિવ્‍યરાજસિંહ જાડેજા અને સત્‍યજીતસિંહ જાડેજાને બાતમી મળતા જૂના માર્કેટીંગ યાર્ડમાં બકાલા વિભાગમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નંદુબાગ સોસાયટી શેરી નં. ૫ના હિરેન રાઘવભાઇ ડોડીયા, ચોટીલાના રાજપરા ગામના હરેશ લાખાભાઇ મકવાણા, મોરબી રોડ વેલનાથપરાના વલ્લભ રૂડાભાઇ ઓતરાદી, જૂના માર્કેટીંગ યાર્ડની પાછળ સાગરનગરના મોમ મચ્‍છાભાઇ મુંધવા અને નવાગામ રંગીલા સોસાયટીના હરેશ બોઘાભાઇ ગોહેલને પકડી લઇ રૂા. ૨૪,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

આ કામગીરી પી.એસ.આઇ. આર.એચ.કોડીયાતર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, હિતેશભાઇ પરમાર, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા તથા રવિરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.

(4:02 pm IST)