Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગંજીવાડામાં મકાનમાંથી દારૂની ૩૬ બોટલ સાથે લક્ષ્મી સોલંકી પકડાઇ

ક્રાઇમ બ્રાંચનો દરોડો : પતિ મહેશ સોલંકીની શોધખોળ

રાજકોટ,તા. ૨૮ : ભાવનગર રોડ પર ગંજીવાડા આવેલા એક મકાનમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૬ બોટલ સાથે મહિલાને પકડી લઇ તેના પતિની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર ગંજીવાડામાં એક મકાનમાં દારૂનો જથ્‍થો પડયો હોવાની બાતમીના આધારે ક્રામઇ બ્રાંચના હેડ કોન્‍સ. હરદેવસિંહ રાઠોડ અને કોન્‍સ. રણજીતસિંહ જાડેજા સઞિતના સ્‍ટાફે ગંજીવાડા શેરી નં. ૩૭માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૧૪,૩૪૦ની કિંમતની દારૂની બોટલ સાથે લક્ષ્મી મહેશભાઇ સોલંકી (ઉવ.૪૦)ને પકડી લઇ પતિ મહેશ રવજીભાઇ સોલંકીની શોધખોળ હાથ ધરી છે.

(4:03 pm IST)