Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જીવનનગરમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ : શરદ પૂનમે સન્‍માન સમારોહ

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રી મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે સતત ૪૨ માં વર્ષે પ્રાચિન રાસ ગરબાનું આયોજન કરાયુ છે. શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, નગરસેવક ચેતનભાઇ સુરેજા, વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ નગરસેવક અશ્વિનભાઇ ભોરણીયા, કેતનભાઇ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલની ઉપસ્‍થિતીમાં દીપપ્રગટય સાથે આ ગરબીનો પ્રારંભ કરાયો હતો. નાની નાની બાળાઓ દરરોજ અવનવા રાસ રજુ કરી શક્‍તિ આરાધના કરી રહી છે. નવરાત્રી મહોત્‍સવ સમિતિના સુનિતાબેન વ્‍યાસ, અલ્‍કાબેન પંડયા, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ સહીતના બહેનો જહેમત ઉઠાવી રહ્યાછે. આગામી શરદ પુનમે ગરબી મંડળમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારાઓની કદર કરાશે. સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઇ પોપટ, ડો. તેજસ ચોકસી, નવીનભાઇ પુરોહીત, વિનુભાઇ ઉપાધ્‍યાય, કેતનભાઇ મકવાણા, વિનુભાઇ ભટ્ટ, અંકલેશ ગોહિલ, પંકજભાઇ મહેતા, પાર્થ ગોહેલ, ગોવિંદભાઇ ગોહેલ, સંજય ધકાણ, જયેશ લશ્‍કરી તેમજ કમીટી મંડળના બહેનો સેવા આપી રહ્યા છે. આ મંડળનો રાધીકા રાસ, બેડા રાસ અને પ્રાચીન રાસ નિહાળવા સૌ કોઇને અનુરોધ કરાયો છે.

(4:06 pm IST)