Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કલબ યુવીમાં વંદે માતરમની ધૂન પર ઝૂમી ઉઠતા ખેલૈયાઓ

રાસોત્‍સવમાં રંગબેરંગી ટ્રેડીશ્‍નલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓઃ દર્શકોની જામતી ભીડ : ખોડલધામ ટ્રસ્‍ટી રમેશભાઇ ટીલાળા, પરેશભાઇ ગજેરા સહીતના લેઉવા પાટીદાર અગ્રણીઓ દ્વારા માતાજીની આરતી

રાજકોટઃ ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં યુવાધન મન મુકીને રાસોત્‍સવની રંગત માણી રહયા છે. ૧૦ હજાર ખેલૈયાઓ રમી શકે અને ૩૦ હજાર દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને રાસોત્‍સવનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયુ છે.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ગઇકાલે ત્રીજા નોરતે ખોડલધામના ટ્રસ્‍ટી અને શાપર વેરાવળ એસોસીએશનના ચેરમેન રમેશભાઇ ટીલાળા, શાપર વેરાવળ એસોસીએશન પ્રમુખ કિશોરભાઇ ટીલાળા, ક્રેડાઇ ચેરમેન પરેશભાઇ ગજેરા, ચંદુભાઇ વિરાણી સહીતના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ આમઆદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ ચેતનભાઇ કમાણી, રાજકોટ શહેર સંગઠન મંત્રી પાર્થ મકાતી, વિધાનસભા ૭૦ દક્ષિણના ઉમેદવાર શિવલાલ બારસિયા, વિધાનસભા ૭૦ ગ્રામ્‍યના ઉમેદવાર, વશરામભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મંત્રી અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા, રાજકોટ વિધાનસભા પ્રમુખ રાહુલ ભુવા કડવા પાટીદાર અગ્રણીઓ શિવાલાલભાઇ આદ્રોજા, દિલીપભાઇ ધરસંડીયા, વસંતભાઇ ભાલોડીયા,, મહેન્‍દ્રભાઇ પાડલીયા, રામજીભાઇ પનારા, કે.બી.વાછાણી, રમણભાઇ વરમોરા, વિજયભાઇ ભટ્ટાસણા, જયેશભાઇ વાછાણી, શિવલાલભાઇ ઘોડાસર વિગેરેએ માઉમિયાની આરતીનો લ્‍હાવો લીધો હતો.

ત્રીજા નોરતે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં જીવનભાઇ વડાલીયા, હર્ષદભાઇ ભોરણીયા, અશ્વિનભાઇ પરસાણીયા, પિયુષભાઇ ફળદુ, સંદીપભાઇ હાંસલીયા, અમીતભાઇ ભાણવડીયા, કૌશલભાઇ કાલરીયા, હર્ષી ખાચર, પરેશભાઇ ચાંગેલા, દિપકભાઇ મોરી, પંકજભાઇ કાલરીયા, પાટીલ સર, અનીલભાઇ ભોરણીયા, રીતેષભાઇ હદવાણી, ધર્મેન્‍દ્રભાઇ લાડાણી,  સમીરભાઇ કાલરીયા, સ્‍મીતભાઇ પરસાણીયા, સહીતના એ વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા. કલબ યુવી રાસોત્‍સવમાં ગઇકાલે ત્રીજા નોરતે વિજેતા વિવિધ કેટેગરી વાઇસ ઇનામો જાહેર કરાયા હતા. જેમાં ચિલ્‍ડ્રન વેલડ્રેસ પ્રિન્‍સેસ ભુત ઝીલમીલ, ડઢાણીયા બ્રીવા, ચિલ્‍ડ્રન વેલડ્રેસ પ્રિન્‍સ ધીનોજા હર્ષવન, કાવઠીયા સોહમ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ તરીકે ડઢાણીયા કેયા, મણવર કેલ્‍વી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ તરીકે શ્‍યામ ઘેટીયા, ખાચર હેરીક, વેલડ્રેસ તરીકે પાટડીયા હર્ષવી, શેખાત તેજસ્‍વી, ગુસાણી ધ્‍વની વેલડ્રેસ પ્રિન્‍સ રાકજા કેયુર, મેધપરા મીત, મણવર મીતાંશુ, પ્રિન્‍સેસ તરીકે કાલાવડીયા રીતુ, માકાસણા હેત્‍વી, ઘેટીયા માનસી પ્રિન્‍સ તરીકે ઘેટીયા પાર્થ, કુકડીયા દીપ, દલસાણીયા ર્કિતન વિજેતા બન્‍યા હતા.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ચુનીંદા કલાકારોમાં સિંગર તરીકે મયુર બુધ્‍ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્‍પા જુેલિયન, અવનીબેન પીઠડીયા, શહેનાઇ વાદક નિલેષ ધુમાલ, વાયોલીન સાગર બારોટ, ગીટાર હિરેન પીઠડીયા, બેન્‍જો અમરશીભાઇ, ઓકટોપેડ ફિરોજભાઇ, રીધમીસ્‍ટ તરીકે નાસીર ખયાર, મ્‍યુઝીક એરેજમેન્‍ટમાં અંકુર ભટ્ટ, સાઉન્‍ડ એન્‍જીનીયર શ્રેય કોટેચા સહીતના કલાકારો તથા કોરસ ગ્રુપ ટીમ ધીરૂભાઇ નાદપરા, જયેશભાઇ પનારા, બીપીનભાઇ ઘુડેસીયા, ડો.ભરતભાઇ ઘેડીયા, મગનભાઇ સંતોકી, પ્રશાંતભાઇ, મમતાબેન ઘોડાસરા, કાજલબેન કાસુન્‍દ્રા, દક્ષાબેન માકડીયા, જલ્‍પાબેન હર્ષાબેન સહીતનો ૪૦ કલાકારોનો કાફલાએ સુર તાલનું સામ્રાજય સર્જી વંદે માતરમ જેવી દેશભકિતના તાલે ખેલૈયાઓને ઝુમાવ્‍યા હતા.

ટાઇટ સીકયોરીટી વચ્‍ચે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓ મન મુકી રમી શકે ત ેમાટે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન, સ્‍મિતભાઇ કનેરીયા, કન્‍વીનર કાંતીભાઇ ઘેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, શૈલેષ માકડીયા, જવાહરભાઇ મોરી, જીવનભાઇ વડાલીયા, મનસુખભાઇ ટીલવાના માર્ગદર્શન હેઠળ ૧૦૮ની ટીમ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી રહી છે.

(4:30 pm IST)