Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નાનામવા રોડ પરની ૨૩ દુકાનના અ..ધ..ધ.. ૧૫.૫૮ કરોડ ઉપજ્‍યા

નવરાત્રીમાં મનપાની તીજોરીમાં રૂપિયાની રમઝટ

રાજકોટ,તા.૨૯ :  મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરરાજી  મહાનગરપાલિકાને કુલ રૂ. ૧૫.૫૮ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્‍ટ કીમત રૂ. ૯૧.૩૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ રૂ. ૩૩.૬૦ લાખ રાખવામાં આવેલ હતી જ્‍યારે સૌથી ઓછી ૫૧ લાખની આવક થયેલ.  આ જાહેર હરરાજીમાં કુલ ૪૮૩ અરજદારોએ ભાગ લીધો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ ઉપર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાના શોંપીગ સેન્‍ટરની ૨૩ દુકાનો જાહેર હરરાજી ગઇકાલે કરવામાં આવી હતી.

આ દુકાનનો ૧૩.૦૬ ચો.મી. થી ૨૪.૪૪ ચો.મી સુધીની સાઇઝની દુકાનો છે. અપસેટ કીંમત રૂા.૧૮ લાખ થી રૂા.૩૩ લાખ સુધી રાખવામાં આવી હતી.

જેમાં એક દુકાનની સૌથી વધુ ૯૧.૩૦ લાખ આવ્‍યા છે. જ્‍યારે સૌથી ઓછા એક દુકાનનાં રૂા. ૫૧ લાખ આવ્‍યા છે. ૨૩ દુકાનની કુલ આવક રૂા. ૧૫.૫૮ કરોડની થવા પામી છે.

(4:40 pm IST)