Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં સૌરાષ્‍ટ્ર ઝોનના મીડિયા સેન્‍ટરનો પ્રારંભ

પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને સૌરાષ્‍ટ્રના ઇન્‍ચાર્જ રામકળષ્‍ણ ઓઝાજી સહિતના આગેવાનો ઉપસ્‍થિત : મીડિયા સેન્‍ટરની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તા ડો. નિદત્ત બારોટને આપવામાં આવી

રાજકોટ : આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્‍યાને લેતા ગુજરાત -દેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્‍ટ્ર ઝોનના વિસ્‍તાર માટે અલગથી મીડિયા સેન્‍ટર શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આજરોજ રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર ઝોનનું મીડિયા સેન્‍ટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  પ્રમુખ   જગદીશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્‍યું હતું. રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મીડિયા સેન્‍ટર શરૂ કરવાની અને આ મીડિયા સેન્‍ટરના ઇન્‍ચાર્જ તરીકેની જવાબદારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તા ડો નિદત્ત બારોટને સોંપી હતી. તેમને જવાબદારી સોપાયા બાદ પાંચ જ દિવસમાં રાજકોટમાં મીડિયા સેન્‍ટરની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.

સૌરાષ્‍ટ્રના આ મીડિયા સેન્‍ટરની કામગીરી સંભાળતા નિદત્ત બારોટે તાત્‍કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મીડિયા સેન્‍ટર શરૂ કરાવ્‍યું. આ મીડિયા સેન્‍ટરના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ   જગદીશભાઈ ઠાકોર ઉપરાંત અખિલ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના સચિવ સૌરાષ્‍ટ્રના ઇન્‍ચાર્જ   રામકળષ્‍ણ ઓઝાજી ઉપસ્‍થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના પ્રભારી જામનગરના કોંગ્રેસી આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ  ભીખુભાઈ વારોતરીયા ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ  પ્રદીપભાઈ ત્રિવેદી કાર્યકારી અધ્‍યક્ષ સંજયભાઈ હજુડીયા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અર્જુનભાઈ ખાટરીયા, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના  પ્રમુખ નીલુભાઈ સોલંકી, મોરબી જિલ્લા પંચાયતના સદસ્‍ય સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સિન્‍ડિકેટ સભ્‍ય  હરદેવસિંહ જાડેજા, ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્‍ય ડો. ચંદ્રકાંત વાઘેલા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સિન્‍ડિકેટ સભ્‍ય ડો. ધરમ કાંબલિયા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુંબેન સોરાણી, પ્રવીણભાઈ સોરાણી,  અશોકસિંહ વાઘેલા, જાણીતા આગેવાન  પરેશભાઈ પંડ્‍યા, યુવા આગેવાનો   રોહિત રાજપૂત,  બ્રિજેશ પટેલ,  મયુર વાંક, રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારના આગેવાન શ્રી સુરેશભાઈ બથવાર,   તુશીત પાનેરી,   કળષ્‍ણદત્ત રાવલ, મહિલાપ્રમુખ દિપ્તીબેન, ઉપરાંત શહેર જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.  મીડિયા સેન્‍ટરના ઇન્‍ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તા નિદત્ત બારોટે સૌ મીડિયા કર્મીઓને આવકાર્યા હતા  

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે જણાવ્‍યું હતું કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાને લેતા ગુજરાતમાં ચાર ઝોનમાં શરૂ થનાર મીડિયા સેન્‍ટર પૈકી સૌરાષ્‍ટ્રનું પ્રથમ મીડિયા સેન્‍ટર છે. આ મીડિયા સેન્‍ટરની સમગ્ર જવાબદારી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તા   નિદત્ત બારોટને સોંપવામાં આવી છે. આ મીડિયા સેન્‍ટર પરથી સૌ મીડિયા કર્મીઓને ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિની વિગતો મળતી રહેશે, તદુપરાંત કોંગ્રેસની વાત પ્રજા સુધી પહોંચાડવા માટે રાજકોટનું મીડિયા જગત ખૂબ મહત્‍વનો ફાળો ભજવશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્‍ય પ્રવક્‍તા ડો. મનીષ દોશીએ શુભકામનાઓ પાઠવી હતી.

ડો. નિદત્ત બારોટ

ઇન્‍ચાર્જ મીડીયા સેન્‍ટર સૌરાષ્‍ટ્ર

(4:43 pm IST)