Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પીઠના દુઃખાવાથી કંટાળી ૭૦ વર્ષના રતનબેને ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૨૯: આજીડેમ ચોકડી પાસે ભારતનરગ-૬માં રહેતાં રતનબેન હરેશભાઇ અગ્રાવત (ઉ.વ.૭૦) નામના બાવાજી વૃધ્‍ધાએ સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

રતનબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. રતનબેને કહ્યું હતું કે પોતાને પીઠમાં સતત દુઃખાવો થતો હોઇ દવા સારવાર કરાવવા છતાં ફરક પડતો ન હોવાથી કંટાળીને ફિનાઇલ પી લીધું હતું.

(10:49 am IST)