Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કણકોટમાં ભઠ્ઠા પર કામ કરતાં બે મજુર ગટ્ટુ અને પ્રકાશ પર ઇંટો પડતાં ઘવાયા

રાજકોટ તા. ૨૯: કાલાવડ રોડ પર કણકોટ ગામે સાંજે ઇંટોના ભઠ્ઠે કામ કરતી વખતે બે રાજસ્‍થાની મજૂર પર ઇંટોનો ખડકલો પડતાં બંને દબાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મુળ રાજસ્‍થાનના અને હાલ રૈયા ગામે નવલસિંહની વાડીએ રહેતાં ગટ્ટુ ભરતભાઇ પારઘી (ઉ.૩૩) અને પ્રકાશ હીરાભાઇ ગરાસીયા (ઉ.૩૨) સાંજે કણકોટ ગામમાં આવેલા રમેશભાઇના ઇંટોના ભઠ્ઠે મજૂરી કામ કરતા હતાં ત્‍યારે તૈયાર થઇ ગયેલી ઇંટો ભરતી વખતે ઇંટોનો ખડકલો માથે પડતાં બંને દબાઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

 રસિકભાઇએ ગવરીદળ પાસે બોરીક એસિડ પીધું

રતનપર રહેતાં અને આર.એમ.સી.માં ઢોર પકડ પાર્ટીમાં હંગામી નોકરી કરતાં રસિકભાઇ લવજીભાઇ ખીમસુરીયા (ઉ.૪૫)એ રાતે ગવરીદળ ગામ પાસે બોરીક એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કોઇ મુંજવણને કારણે પગલુ ભર્યાનું જણાવાયું હતું. 

(11:04 am IST)