Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મોરબી રોડના બહુચર્ચીત જમીન કોૈભાંડ સંદર્ભે રાધેક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝની અપીલ અરજી કાઢી નાંખતી હાઇકોર્ટ

રાજકોટના રે.સ.ન.૩/ર ની જમીન સંદર્ભે હાઇકોર્ટની લપડાકઃ રેવન્‍યુ ઓથોરીટી સમક્ષ દાખલ થયેલી સુનાવણીના અનુસંધાને ફરી વખત એસએસઆરડીમાં જવાની હાઇકોર્ટની ટકોરઃ એક મહિનાની અંદર સમગ્ર મેટર ચલાવીને હુકમ કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ થયો

રાજકોટ તા. ૨૯: શહેરના રેવન્‍યુ સર્વે નં. ૫૩/૨ની જમીન સંદર્ભે છેલ્લા ૧૬ મહીનાથી નાની મોટી અપીલ અરજીઓ અને ફરીચાદો દાખલ થયેલ છે. રાજકોટના રહેવાસી વિજયભાઈ મનસુખભાઈ ગજેરાની કબજા ભોગવટા માલિકીની રાજકોટના રે.સ.નં. પ૩/ર ની જગ્‍યા આવેલ હતી. આ જગ્‍યામાં રાજકોટના શખ્‍સોએ ખોટા અને ઉભા કરેલા દસ્‍તાવેજોના આધારે ખોટી નોંધો પાડેલ હતી તેમજ જમીન હડપ કરવા આયોજન હાથ ધરેલ હતું. તેમાં કૌભાંડીયાઓને ધારી સફળતા મળેલ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા વિજયભાઈ મનસુખભાઈ ગજેરાએ રાજ્‍કોટના પોલીસ કમિશનરશ્રીને વિગતવાર અરજી આપેલ હતી. જે અરજીના અનુસંધાને મળત થયેલ વ્‍યકિતના નામે ખોટા અંગુઠાઓ દર્શાવીને દસ્‍તાવેજ કરવામાં આવેલ હોવાનું ખુલ્‍યું હતું. ખરી હકીકતે ૧૯૯૮ની સાલમાં વ્‍યકિત મળત્‍યુ પામેલ હતી ૨૦૦૨માં દસ્‍તાવેજ નોંધાયેલ હતો. તે અનુંસંધાને બી-ડીવીઝન પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી જવાબદાર લોકો સામે કાયદેસર રીતે ગુન્‍હો દાખલ કરેલ હતો. આ જમીન કીભાંડમાં પરોક્ષ રીતે સંકળાયેલા રાધેકીષ્‍ના એન્‍ટરપ્રાઇઝના માલીકોએ ખુબજ રજુઆતો કરેલ હતી. પરંતુ રેકર્ડ આધારીત ન હોવાથી ગુન્‍હો દાખલ કરેલ હતો. અંતે આ બહુચર્ચીત કોૈભાંડ સંદર્ભે રાધેક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝની અપીલ અરજી ગુજરાત હાઇકોર્ટએ કાઢી નાંખી છે.

 સવાલવાળી જગ્‍યાનાં અનુસંધાને મળે કલેકટરશ્રીએ બીનખેતીની અરજી ગ્રાહ્ય રાખેલ હતી. તે અનુસંધાને વિજયભાઈએ એસ. એસ. આર. ડી.માં ફરીયાદ અરજી કરેલ હતી અને રાધેકીષ્‍ના એન્‍ટરપ્રાાઇઝના ભાગીદારોને સમન્‍સ ઈસ્‍યુ થયેલ હતા. સાથોસાથ મુળ કૌભાંડ કરનાર લોકોને પણ સમન્‍સ ઈસ્‍યુ કરવામાં આવેલ હતા. અને લાંબી દલીલો તકરારને અંત વિજ્‍યભાઈ મનસુખભાઈ ગજેરાની અપીલ અરજી માન્‍ય રાખવામાં આવેલ હતી અને ક્‍લેકટરશ્રીએ  કરેલ બીનખેતી હુકમને તાત્‍કાલીક સ્‍ટે કરવામાં આવેલ હતો.

સાથોસાથ રેવન્‍યુ રેકર્ડે પણ યથાવત પરિસ્‍થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો. તેમજે વાદગ્રસ્‍ત જગ્‍યાએ કોઇપણ પ્રકારનો ફેરફાર ન કરવો તેવો હુકમ કરવામાં આવેલ હતો. જેની સામે રાધેકા એન્‍ટરપ્રાઇઝના માલીકોએ જુદા જુદા પ્‍લોટસ બારોબાર તંત્રને અંધારામાં રાખીને વેચાણ વ્‍યવહાર કરેલ હોય અને બાંધકામ ચાલુ રાખવામાં આવેલ હોઇ તેની જાણ બી ડીવીઝન પોલીસને કરતા તલાટી, સર્કલ અને પોલીસનું સંયુકત રીતે કબજા રોજકામ કરવામાં આવેલ હતું.

તેમાં પણ બાંધકામ મનાઈ હુકમ હોવા છતાં ચાલુ રાખવામાં આવેલ હતુ. તેનો અલગથી રીપોર્ટ કરવામાં આવેલ હતો. સદરહું જગ્‍યાના અનુસંઘાને બી ડીવીઝન પોલીસે મહે. પ્રાંતશ્રી સમક્ષ દરખાસ્‍ત અરજી દાખલ કરી કાયદો અને વ્‍યવસ્‍થા પરિસ્‍થિતિ વણસે નહીં તે માટે સીઆરપીસી કલમ ૧૪૫ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી અને ડેપ્‍યુટી કલેકટર સાહેબે બન્ને પક્ષોની રજુઆતોને સાંભળી ને ૧૪૫ હેઠળ પોલીસની અરજી મંજુર કરેલ હતી.

ઉપરોકત જુદી જુદી અપીલ અરજી અને ફરીચાદો સરવે નં. ૫૩/ર માં થયેલ હતી અને એસ એસ આર ડી ના મનાઇ હુકમ સામે રાધેકીષ્‍ના એન્‍ટરપ્રાઈઝના માલીકો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયેલ હતા તેમની સુનાવણી પછી તેમની અરજી કાઢી નાંખવામાં આવેલ છે અને એક મહીનાની અંદર સમગ્ર મેટર અરજી કાઢી નાખવામાં આવેલ છે. તેમજ તા.૨૩-૧૨-૨૦૨૨ કે તે પહેલા સમગ્ર મેટર પુરી કરવા આદેશ આપવામાં આવેલ છે.

આ જગ્‍યાના મુળ માલીક વતી રાજકોટના એડવોકેટ પરેશભાઇ એન. કુકડીયા તથા તેની ટીમ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ વિમલભાઇ પુરોહીત, એડવોકેટ શ્રેણીકભાઇ જસાણી અને તેમની ટીમ રોકાયેલ હતી.

(12:06 pm IST)