Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

લતાજીને સંગીતની યુનિવર્સિટી માનતી અને રેડિયો ઉપરથી રેકોર્ડ કરી ગીતોની પ્રેકટીશ કરનાર સંજીવની ૧૧ ડિસેમ્‍બરે રાજકોટમાં

તાલતરંગ કલબમાં આજે જ મેમ્‍બરશીપ મેળવોઃ ૧૧ ડિસેમ્‍બરે હેમુ ગઢવી હોલમાં સુરિલા ગીતોનો ખજાનો ખૂલશે...

રાજકોટઃ મને આજે પણ યાદ છે કે મેં પહેલીવાર રેડિયો પર લતા મંગેશકરનો અવાજ સાંભળ્‍યો હતો. શનિવાર-રવિવારે શાળા બંધ હતી. હું સવારે સાડા સાત વાગ્‍યાથી રેડિયો પર બેસીને સંગીત સરિતા, ઠુમરી, વિવિધ ભારતી શાષાીય સંગીતના કાર્યક્રમો, ભુલીબીસારે ગીતો, વગેરે સાંભળતી તેમ પ્રખ્‍યાત ગાયિકા સંજીવની ભેલાંદે એ એક મુલાકાતમાં જણાવ્‍યું હતું.

એ સમયે મારા કાકી મારા માટે અમેરિકાથી ટેપ રેકોર્ડર લાવ્‍યાં હતા. જયારે લતા મંગેશકરનું ગીત રેડિયો પર આવતું ત્‍યારે તેઓ ઝડપથી ટેપ રેકોર્ડનું બટન દબાવતા અને ગીત રેકોર્ડ કરતા. પછી હું રિવાઇન્‍ડ કરીને, જે ટેપ પર ગીત રેકોર્ડ થતું હતું તેને રિવાઇન્‍ડ કરીને સાંભળી પ્રેક્‍ટિસ કરતી અને લતાદીદીએ ગીતમાં કેવી રીતે એક વિશિષ્ટ સ્‍થાન મેળવ્‍યું તે સાંભળતી. આપણા સહુ માટે લતા મંગેશકર સંગીતની એક યુનિવસિર્ટી છે. તેમનો ખૂબ જ સ્‍પષ્ટ અને સુંદર અવાજ હંમેશા મનને મોહી લેતો. હું તેમના ગીતોથી એટલું ચોક્ક્‌સ શીખી છું કે આપણે જે ગાઇએ અને પોતાના અવાજ દ્વારા જે લાગણીઓ વ્‍યકત કરીએ તે શ્રોતાઓ સુધી પહોંચવી જ જોઈએ. બીજો કોઈ વિકલ્‍પ નથી.

સંજીવની કહે છે કે, હું શાળામાં હતી ત્‍યારથી દીદીના ગીતો ગાતી આવી છું. એ વખતે મારી ઉંમર એટલી પણ ન હતી કે લતાજી કોણ છે તેની સમજ નહોતી. પરંતુ તે મારા માટે એક માપદંડ રહ્યા છે. લતા મંગેશકરના ગીતો દરરોજ સાંભળવું, જેમ કે સૂર્ય દરરોજ ઉગે છે, તેમ તે મારી દૈનિક ફરજ હતી અને હજી પણ છે.

અદભૂત અવાજની માલિક સંજીવની ભેલાંદે ૧૧ ડિસેમ્‍બરે રાજકોટ આવી રહ્યા છે. તેઓ બોલીવુડના યાદગાર અને અલગ-અલગ અંદાજના ગીતોને બખુબી રજુ કરવાના છે. બોલિવૂડમાં પ્‍લેબેક સીંગીંગ આપના સંજીવની પાસે ટેલેન્‍ટની કોઈ કમી નથી. રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણઝારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્‍ય બનવા ભારતીબેન નાયકનો (મો.૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો.

 

(11:08 am IST)