Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આટકોટના ગાયત્રી નગરમાં વિકાસના કામો ન થતા સ્‍થાનિકોનો મતદાન બહિષ્‍કાર

આટકોટ  : ગાયત્રી નગર રહેતા બે  જગ્‍યા પર વિકાસના કામો થયા નથી અહીંના લોકોએ જણાવ્‍યું હતું. અહીં રોડ તેમજ ભૂગર્ભ ગટરના કામો ત્રણ વર્ષથી કરવામાં આવ્‍યા નથી. જેને લઈને લોકોએ મતદાનનો બહિષ્‍કાર કરવાની ચીમકી આપી હતી. અહીંના લોકોએ જણાવ્‍યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી નથી, તેમજ અહીં આરસીસી કે બ્‍લોક રોડ બનાવવામાં આવ્‍યા નથી. અંદાજે ૨૦૦ જેટલા લોકો મતદાનનો બહિષ્‍કાર કરશે. જેથી  વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવું અહીંના સ્‍થાનિકોએ જણાવ્‍યું હતું. હાલમાં ગટરના પાણી રોડ પર ફરી વળે છે તેમજ ગંદકી ફેલાઈ રહી છે જો અહીં ગટર નાખવામાં આવે તો  સ્‍થાનિક લોકોમાં ગંદકી ફેલાતી અટકી જાય. જેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી.  વીપુલભાઈ,        રાહુલભાઈ,  પ્રવીણભાઈ રામાણી સહિતના લોકોએ વિસ્‍તારના લોકો માટે સુવીધાઓ આપવામાં આવે, ભુગર્ભ ગટર કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:39 am IST)