Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજકોટમાં પ્રથમ વખત પારો ૧૫ ડીગ્રી નીચેઃ ૧૪.૮

સવારે અને રાત્રીના ઠંડીનો વધુ અનુભવઃ આવતા મહિને પારો ગગડશે

રાજકોટઃ ચૂંટણીના ગરમાવા વચ્‍ચે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વ્‍હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીની વધુ અસર વર્તાય છે. આ સમયે લોકો ગરમવષાોમાં  જ જોવા મળે છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧૪.૮ ડીગ્રી નોંધાયું છે. આમ, આ સિઝનમાં સૌપ્રથમ વખત પારો ૧૫ ડીગ્રી નીચે પટકાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા છે. ખાસ કરીને વ્‍હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. સવારે શાળાએ જતા બાળકો અને ઓફિસે તેમજ ધંધાર્થીઓ ગરમવષાોમાં જ જોવા મળતા હતા. હવામાન શાષાીઓ જણાવે છે કે સામાન્‍યતઃ દરવર્ષે પહાડી વિસ્‍તારોમાં બરફવર્ષા થાય ત્‍યારબાદ તેમના ઠંડા પવનો ગુજરાત તરફ આવે ત્‍યારે કડકડતી ઠંડીની અસર જોવા મળે છે. ડીસેમ્‍બરમાં અંતિમ દિવસોમાં અને જાન્‍યુઆરીના શરૂઆતના સમયગાળામાં ઠંડીનો અનુભવ વધુ થતો હોય છે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો પારો ૧૫ ડીગ્રી આસપાસ ઘુમી રહ્યો છે. તો આજે સિઝનમાં સૌપ્રથમ વખત લઘુતમ તાપમાન ૧૪.૮ ડીગ્રીએ પહોંચી ગયું છે.

(11:40 am IST)