Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

૧પ વર્ષની વિદ્યાર્થીની જાતિય સતામણી કરવાના પોકસો એકટના ગુનામાં ગોંડલની સ્‍કુલ શિક્ષીકાને પાંચ વર્ષની સજા

રાજકોટની સ્‍પે. પોકસો કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો ધ્‍યાને લઇને સજા ફટકારી

રાજકોટ તા. ર૯ :.. સગીરાની છેડતી કરવાના ગુન્‍હામાં સ્‍કુલના શિક્ષિકાને કોર્ટે પ વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગત એવી છે કે આંબરડી ગઢાળા જસદણ મુકામે રહેતી ભોગ બનનાર ગોંડલ મુકામે આવેલ નવવિદ્યાન સ્‍કુલમાં સને ર૦૧૯ ની સાલમાં અભ્‍યાસ કરતી હતી અને તે સમયે તેણીની ઉમર ૧પ વર્ષની હતી આ કામના આરોપી નીબીસા ફાન્‍સીસ કૂલૂ રહેવાસ સુરતગઢ જિ. ગંગાનગર રાજસ્‍થાન વાળા તે સમયે સ્‍કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા શિક્ષિકા દ્વારા ભોગ બનનાર ને અવારનવાર રૂમ ઉપર બોલાવી તેણીની જાતીય સતામણી તેમજ છેડતી કરવામાં આવતી હતી અને ભોગ બનનાર દ્વારા જાતીય સતામણીનો વિરોધ કરવામાં આવે તો તેવા સમયે આરોપી શિક્ષિકા ભોગ બનનાર ને તારૂ અપહરણ કરી લઇ જઇશ. અને પરીક્ષામાં ઓછા માર્કસ આપશ તેવી ધમકી આપવામાં આવતી હતી.

આમ ભોગ બનનારની અવાર નવાર જાતીય સતામણી કરવામાં આવતી હતી. જેથી ભોગ બનનારે આ અંગેની ફરીયાદ તેના પિતાને કરતા તેના પિતાએ આરોપી શિક્ષિકા સામે જસદણ પો. સ્‍ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે શિક્ષિકા નિલિમા વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરેલો.

આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન હાજર રહી કેસ ચલાવેલો અને સદરહું કેસમાં ભોગ બનનાર સાથે થયેલા કૃત્‍યો અંગે પુરાવો, દસ્‍તાવેજી પૂરાવા રજૂ રાખવામાં આવેલા અને આરોપી શિક્ષિકા વિરૂધ્‍ધ કોર્ટમાં સરકાર તરફે કેસ સાબિત કરવામાં આવેલો તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ રાખવામાં આવેલ દસ્‍તાવેજી પુરાવાને ધ્‍યાને લેતા પોકસો કોર્ટના સ્‍પે. જજ એ.વી. હીરપરા એ શિક્ષિકા નિલિમા ફ્રાન્‍સીસને દોષિત ઠેરવેલ.

વધુમાં સરકાર તરફે સરકારી વકીલની સજા અંગેની દલીલમાં મહત્‍વની દલીલ એવી હતી કે આ કેસમાં ભોગ બનનાર અને આરોપી વચ્‍ચે ગુરૂ-શિષ્‍યનો સબંધ હોય અને સમાજમાં આ સબંધને ખૂબ જ  પૂજનીય ગણવામાં આવતો હોવા છતાં આરોપી દ્વારા આ કૃત્‍યને સમાજ વિરોધી કૃત્‍ય ગણી પોકસો કોર્ટે આરોપીને ઇપીકો કલમ ૩૬૩ માં પ વર્ષ તથા ર૦,૦૦૦ નો દંડ પોકસો કલમ ૮ માં ૪ વર્ષ તથા ર૦,૦૦૦ નો દંડ અને પોકસો કલમ ૧ર માં દોઢ વર્ષ તથા ૧૦,૦૦૦ ના દંડની સજા કરેલી ઉપરોકત કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલ હતાં.

(11:43 am IST)