Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

તરઘડીના ગૌતમની હત્‍યા કરનાર શૈલેષ અને સાગર ઝાપડાની ધરપકડ

હત્‍યા કર્યા બાદ ગૌતમની લાશને બોલેરામાં નાખી તરઘડી લાવી દાટી દીધી'તીઃ બંન્નેને રિમાન્‍ડ પર લેવા તજવીજ

રાજકોટ, તા., ર૯: પડધરીના તરઘડી ગામના દલીત યુવાન ગૌતમ જયંતીભાઇ ગોહેલ (ઉ.વ.ર૩)ની હત્‍યા કરનાર બંન્ને ભાઇઓની પડધરી પોલીસે ધરપકડ કરી રિમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તરઘડીના ગૌતમ ગોહેલ (ઉ.વ.ર૩) ગત તા. ૧૪ મીએ ઘરેથી નીકળ્‍યા બાદ તેનો કોઇ પત્તો ન મળતા તેના પરિવારજનોએ પડધરી પોલીસ મથકમાં ગુમસુધ્‍ધાની જાણ કરતા પોલીસે ગુમ થયેલ ગૌતમ ગોહેલની કોલ ડીટેઇલ કઢાવતા ગૌતમે છેલ્લે કુવાડવાની મધુ સાથે વાત કર્યાનું ખુલતા પોલીસે મધુની કડક પુછપરછ કરતા ગૂમ થયેલ ગૌતમની ગૌરીદડની વીડીમાં તરઘડીના શૈલેષ ભરવાડ તથા તેના ભાઇ સાગર ભરવાડે પુર્વયોજીત કાવત્રુ રચી હત્‍યા કરી લાશ બોલેરોમાં લઇ જઇ તરઘડીના વાડામાં દાટી દીધાની કેફીયત આપતા પોલીસે  હત્‍યા કરનાર શૈલેષ લખમણભાઇ ઉર્ફે  કાળુભાઇ ઝાપડા તથા તેના ભાઇ સાગરની ધરપકડ કરી રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

શૈલેષની પત્‍નીને મૃતક ગૌતમ ભગાડી ગયો હતો અને બાદમાં બંન્ને પરત ફરતા સમાધાન થયેલ હતું. પરંતુ શૈલેષે આ વાતનો ખાર રાખી તેના ભાઇ સાગરની પ્રેમીકા મધુની મદદથી ગૌતમનો કાંટો કાઢવા પુર્વયોજીત કાવતરૂ રચી ગૌતમની હત્‍યા કરી નાખી હતી. વધુ તપાસ  ડીવાયએસપી કે.જી.ઝાલા, પડધરીના પીએસઆઇ યાદવ, તથા રાઇટર જીતેન્‍દ્રસિંહ ચલાવી રહયા છે.

(11:49 am IST)