Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વરિષ્‍ઠ - દિવ્‍યાંગ મતદારો માટે ૮૦૦થી વધુ એન.એસ.એસ.ના વોલેન્‍ટિયર્સ

રાજકોટ તા. ૨૯ : આગામી તા. ૧ ડિસેમ્‍બરે વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨નું પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન દિવસે રાજકોટ ખાતે વરિષ્ઠ તેમજ દિવ્‍યાંગ મતદારોને મતદાન બૂથ પર સરળતા રહે તે માટે  એન.એસ.એસ. ના ૮૭૭ વોલેન્‍ટિયર્સ સહાયકની ભૂમિકા ભજવશે.

એન.એસ.એસ. ના વોલેન્‍ટિયર્સ વિવિધ મતદાન બૂથ પરની કામગીરી અંગે શિક્ષણ વિભાગ, સમાજ સુરક્ષા તેમજ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્‍યું છે. આ સાથે ૭૫ જેટલા કર્મચારીઓ પણ વોલિયન્‍ટર્સની મદદમાં રહેશે.

આ વોલેન્‍ટિયર વરિષ્ઠ તેમજ દિવ્‍યાંગ મતદાતાઓને જરૂર પડ્‍યે, વ્‍હીલચેર સાથે મતદાન રૂમ સુધી લઈ જવામાં, પાણી પીવડાવવા સહીત આનુસંગિક મદદરૂપ બને તે પ્રકારની વ્‍યવસ્‍થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

(11:59 am IST)