Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મારામારીના કેસમાં પકડાયેલ આરોપીનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા. ૨૯ : મારામારીના કેસમાં પકડાયેલ આરોપીનો નિદોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની ટૂંકમાં વિગત એવી છે કે ગત તા. ૧૬/૧૦/૨૦૧૧ના રોજ કણકોટના પાટીયા પાસે આરોપી લાખાભાઇ બધાભાઇ ગોલતર આ કામના ફરીયાદીને ગાળો આપલી લાકડી વતી માર મારેલ હોય, મહે. પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ તે મતલબની ફરીયાદ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૮ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી.

ત્યારબાદ આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ તરફથી કોઇ સાંયોગીક પુરાવાઓ રજુ કરેલ નથી તેમજ સાહેદો, પંચોના નિવેદનોની સદરહું કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે. અને આરોપીને ગુનો પુરવાર માટેના પુરાવા રજુ કરેલ ન હોય, પુરાવાના અભાવે આરોપી લાખાભાઇ બધાભાઇ ગોલતરને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

ઉપરોકત રજુઆતોને ધ્યાને લઇ રાજકોટના જયુડી. મેજી. શ્રી જે.વી.પરમારએ આરોપી લાખાભાઇ બધાભાઇ ગોલતરને નિદોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી કે.ડી.ચૌહાણ રોકાયેલા હતા.

આ કેસ ચાલી જતા આરોપી સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬ (૨), ૧૮૮નો કેસ નાસાબિતમાની આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ બચાવપક્ષે યુવા ધારાશાસ્ત્રી કિશોર ડી.ચૌહાણ રોકાયા હતા.

(3:28 pm IST)