Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અપક્ષ ઉમેદવાર પુનિતાબેન પારેખને સ્વયંભૂ સમર્થન

ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજના પ્રથમ મહિલા પ્રમુખ અને : ૧૦૮ તરીકે જાણીતા ઉમેદવારને સર્વસમાજનો ટેકો, મહિલાઓ પ્રચારક બન્યા

રાજકોટઃ  સર્વ વિશ્વકર્મા સમાજના ઉત્કર્ષ અંગેની નેમ સાથે નિષ્પક્ષ અપક્ષ ઉમેદવાર પુનીતાબેન ઘણા વર્ષોથી સક્રિય રીતે કાર્યરત છે હાલમાં ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના પ્રમુખ તરીકે સેવા કાર્યને વેગ આપી રહ્યા છે.  સુવર્ણકાર સમાજના  દરેક પ્રશ્નમાં સક્રિય રહ્યાછે. એકસાઇઝ આંદોલનમાં પણ અડીખમ એકમાત્ર મહિલા તરીકે નોંધનીય યોગદાન આપ્યુ હતું. સમાજના દરેક પ્રશ્નના નિરાકરણ માટે હંમેશા  સક્રિય ભૂમિકા ભજવી રહ્યાનું તેઓએ જણાવેલ.

વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પુનીતાબેન પારેખ મો. ૯૯૨૫૯૩૮૮૬૬, ૯૪૨૭૭૨૦૦૯૮ પોતાના ચિન્હ ડાયમંડ (હીરો) સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ છે. સમગ્ર વિશ્વકર્મા સમાજ કે જેમા સુથારી કામ, લુહારી કામ, કડિયા કામ, દરજી કામ, કુંભાર કામ, સુવર્ણ. કલા કારીગરી સાથે જોડાયેલા લાખો બંધુઓના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા પુનિતાબેનને લોકસંપર્ક દરમિયાન લોકો હરખભેર આવકારી રહ્યા છે. આજે બપોરે ૩ વાગ્યાથી દરબારગઢથી ગુંદાવાડી પોલીસ ચોકી સુધી રેલીનું આયોજન થયુ છે.

સુવર્ણકાર સમાજ, વિશ્વકર્મા સમાજ, બંગાળી સમાજ સહિતનાનું સમર્થન મળી રહ્યુ છે. પ્રચાર અભિયાન પણ વેગીલો બન્યો હતો. લોકપ્રશ્ને ૧૦૮ તરીકે જાણીતા એવા ઉમેદવાર પુનિતાબેન પારેખને જ મતદાન માટે લોકો કટિબદ્ધ બન્યા છે. વર્ષોથી કાર્યરત અને ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તથા અખિલ હિન્દ શ્રીમાળી સોની સમાજની રાજકોટ મેન બોડીમાં પ્રથમ મહિલા તરીકે બહુમતીથી ચૂંટાયેલ તેમજ ૨૦૨૧ રાજય સરકારે ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિમાં પણ તેમની નિમણૂંક કરેલ અને આમા તેમને મહિલાઓના હિત માટે ઘણા કાર્યો કરેલ.

રાજકોટ ૭૦ દક્ષિણ વિધાનસભાના અપક્ષ ઉમેદવારને, શ્રી રાજકોટ સોની બજાર મશીન કટ સંગઠન તરફથી ટેકો જાહેર કરવામાં આવેલ છે.

તસ્વીરમાં અપક્ષ ઉમેદવાર પુનિતાબેન પારેખ સાથે કવિરાજ રાજપરા,       સંજયભાઇ રાજપરા, પ્રશાંત પાટડીયા, (ઝાલાવાડી સમાજ કારોબારી સભ્ય), ધારીનભાઇ પારેખ, જયેશભાઇ પારેખ, ઝાહિરભાઇ વોરા(વોરા સમાજના પ્રમુખ), રોહિત રાજદેવ, હિતેષ રાજપરા, ભાવેશ પારેખ, પ્રવિણભાઇ ડાભી (કોળી સમાજ અગ્રણી), કાર્તિક બારભાયા- (કારોબારી સમાજ સહમંત્રી) અને જગદીશભાઇ વાગડીયા (અખીલ હિન્દ શ્રીમાળી સોની સમાજ મહા મંડળ ના સભ્ય રાજકોટ શહેર) નજરે પડે છે.

(3:36 pm IST)