Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નરેન્‍દ્રભાઇને જોવા મોડી રાત્રે રાજકોટીયનો ઉમટયા : હાથ હલાવી અભિવાદન ઝીલ્‍યુ

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ આજે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, ગુજરાતમાં ગઇકાલે અન્‍ય  શહેરોમાં સભા સંબોધી રાત્રે રાજકોટ ખાતે નરેન્‍દ્રભાઈ આવી પહોંચ્‍યા હતા, નરેન્‍દ્રભાઈ રાજકોટ આવતા તેઓની એક ઝલક મેળવવા ઉમટી પડ્‍યા હતા, રાજકોટમાં રોડ શો વગર પીએમ મોદીની ઝલક મેળવવા શહેરીજનો એરપોર્ટ માર્ગ પર પહોંચ્‍યા હતા, એરપોર્ટથી સભા સ્‍થળે પહોંચતા રોડના બંને માર્ગ પર લોકો ઉમટી પડ્‍યા હતા પીએમ મોદીએ હાથ હલાવી રાજકોટીયનોનું અભિવાદન ઝીલ્‍યું હતું તે વેળાની તસ્‍વીર નજરે પડે છે ( તસ્‍વીર સંદીપ બગથરીયા )

(3:42 pm IST)